તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન મળ્યા:ગાંધીનગરમાં અપના અડ્ડા પાસે યુવકના ખૂન પ્રકરણમાં એક આરોપીને જામીન પર મુક્ત કરવા કોર્ટે આદેશ કર્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીઓનો પીછો કરવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો
  • પાસપોર્ટ જમા કરાવવા તથા રાજ્ય બહાર નહીં જવા આદેશ કર્યો

ગાંધીનગરના કુડાસણમાં આવેલ અપના અડ્ડા પાસે નવેમ્બર 2020માં રાંદેસણના યુવાનનાં ખૂન પ્રકરણમાં એક આરોપી વિરુદ્ધ રજૂ થયેલી ચાર્જશીટના કાગળ જોતાં આરોપીને ખૂન જેવા ગંભીર ગુનામાં સાંકળી શકાય તેવો કોઈ મુદ્દામાલ અને સાક્ષી ન હોવાની દલીલો ને ધ્યાને લઇ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

રાંદેસણના કેતનસિંહ ગોહિલ નામના યુવકનું મોત થયું હતું

આજથી આશરે છ મહિના અગાઉ 25 નવેમ્બર 2020 ની વહેલી સવારે યુવતીઓનો પીછો કરવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં રાંદેસણના કેતનસિંહ ગોહિલ નામના યુવકનું મોત થયું હતું. આ કેસમાં ઈન્ફોસિટી પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આરોપીનું ફરિયાદમાં ક્યાંય નામ ન હતું

બાદમાં આ કેસમાં ઈન્ફોસિટી પોલીસે ઝિણવટ પૂર્વક તપાસ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે અન્વયે ખૂનના ગુનાના સાત આરોપી પૈકી 22 વર્ષના જયરાજસિંહ જગદીશસિંહ સોલંકીએ અધિક સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી વકીલ મારફતે દાખલ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી તરફેના વકીલે દલીલ કરી હતી કે આરોપીનું ફરિયાદમાં ક્યાંય નામ ન હતું અને પ્રથમદર્શનીય રીતે સંડોવણી પણ ફલિત થતી નથી.

આરોપી અન્ય સહઆરોપીઓ સાથે સ્થળ પર હાજર હતો

ચાર્જશીટના કાગળ જોતાં આરોપીને ખૂન જેવા ગંભીર ગુનામાં સાંકળી શકાય તેવો કોઈ મુદ્દામાલ અને સાક્ષી પણ નથી. આરોપી અન્ય સહઆરોપીઓ સાથે સ્થળ પર હાજર હતા. તે સિવાય આરોપીએ મૃતકને કોઈ હથિયાર વડે ઈજા પહોંચાડી હોય તેવું પણ જણાઈ આવતું નથી.જે દલીલોના આધારે કોર્ટે આરોપીના જામીન મંજૂર કરી કેસ ચાલે ત્યાં સુધી પાસપોર્ટ જમા કરાવવા તથા રાજ્ય બહાર નહીં જવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...