તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:ગાંધીનગરની પોકસો કોર્ટે સગીર પ્રેમિકાનું અપહરણ કરી કુકર્મ આચરનાર પ્રેમીને સાત વર્ષની સજા ફટકારી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી 2017માં લગ્નની લાલચ આપી સગીર પ્રેમિકાને ભગાડી ગયો હતો
  • સગીરાના પિતાએ નોંધાવી હતી ફરીયાદ

સગીર વયની પ્રેમીકાનું વર્ષ 2017માં અપહરણ કરી દુષ્કર્મ આચરનાર કલોલના આસોડિયા રહેતાં પ્રેમી અજિતજી અરવિંદજી ઠાકોરને ગાંધીનગરની પોકસો કોર્ટે તકસીરવાન ઠરાવીને સાત વર્ષની સજા તેમજ 8000નો દંડ ફટકાર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, ફરિયાદીએ પોતાની 16 વર્ષ 3 મહિના ઉંમરની સગીર દીકરીને 15 જૂન 2017ના રોજ કલોલના આસોડિયા ખાતે રહેતો ધોળાકુવા માણસાનો અજિતજી અરવિંદજી ઠાકોર લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. જેમાં સગીર વયની કિશોરીએ પોલીસને નિવેદન આપ્યું હતું ઉપરોક્ત આરોપી સાથે એકબીજા વાતો કરતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જેના પગલે પોતાની જાતે ઘરેથી નીકળીને અજિતને ફોન કરી બોલાવ્યો હતો. બાદમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા શહેરોમાં બંને જતા રહ્યા હતા. જોકે, કિશોરી સગીર વયની હોવા અંગે તેના પિતાની ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે કેસ ગાંધીનગરની પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ દલીલ કરી હતી કે, કિશોરી પોતાની મરજીથી આરોપી સાથે ગઈ હતી અને તેણે સંમતિ આપતાં આરોપીએ શરીર સંબંધ બાંધ્યો હોય તો પણ આવા ગંભીર ગુનામાં સખતમાં સખત સજા થવી જોઈએ. જેના પગલે જજ કે.એમ સોજીત્રાએ આરોપીને ઈપિકો કલમ 363,366,376 તેમજ પોકસો કલમ 4 હેઠળ તકસીરવાન ઠરાવી સાત વર્ષની સજા તેમજ રૂપિયા 8000 દંડ ફટકાર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો