તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:હરી લક્ષ્મી બ્રોડકાસ્ટના માલિક દંપતીએ બિલ્ડરની સંપતિને પચાવી પાડતાં ગુનો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે- 7 પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • સરગાસણની સિદ્ધરાજ ઝાઓડમાં આવેલી બિલ્ડરની 2 ઓફિસ ભાડે રાખી હતી, ભાડુ પણ ના આપ્યું અને ઓફિસ ખાલી ના કરી, ધમકી આપી હતી

સરગાસણમા આવેલી સિદ્ધરાજ ઝાઓડમાં આવેલી બિલ્ડરની માલિકીની બે ઓફિસ ભાડે રાખવામા આવી હતી. હરી લક્ષ્મી બ્રોડકાસ્ટ ફર્મ દ્વારા ભાડેથી ઓફિસ લીધી હતી. પરંતુ ભાડા કરાયા પુરો થયા બાદ પુરુ ભાડુ ચૂકવ્યુ ન હતુ. જ્યારે ઓફિસ ખાલી કરવાની જગ્યાએ પચાવી પાડતા સેક્ટર 7 પોલીસ મથકમાં પતિ અને પત્નિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

મળતી માહિતી મુજબ ચૈતન્ય બાબુલાલ પટેલ (રહે, સેક્ટર 1સી, ગાંધીનગર) સીઆરપી એસોસિએટ નામથી બિલ્ડીંગ કન્સ્ટ્રક્સન કરી રહ્યા છે. બિલ્ડર દ્વારા આશરે છ વર્ષ પહેલા સરગાસણમા સિદ્ધરાજ ઝાઓડ નામની સ્કીમ મુકાઈ હતી. જેમાં ચોથા માળે તેમની માલિકીની ઓફિસો ખાલી હતી. ત્યારે તેમના જાણીતા રોહિત નાયાણી (તે સમયના ભાગીદાર બાદમા ભાગ છુટો કર્યો હતો) અને વિજય ટાંકની હરી લક્ષ્મી બ્રોડકાસ્ટ ફર્મની ઓફિસ માટે બિલ્ડીરની ખાલી દુકાનો ભાડે આપાઈ હતી. તે સમયે નિયમ મુજબ લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ કરવામા આવ્યો હતો. જેની મુદત ગત 31, માર્ચ 2020ના રોજ પુરી થઇ હતી. તે સમયે જીએસટી સાથે ભાડુ 1.48.100 નક્કી કરવામા આવ્યુ હતુ. પરંતુ થોડા સમય માટે ભાડુ આપવામા આવ્યુ હતુ. ત્યારબાદ ભાડુ આપવાનુ બંધ કરી દીધુ હતુ. જેને લઇને બિલ્ડરે રોહિત નાયાણીનો ભાડા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કહ્યુ હતુ કે, મે ગત 5 સપ્ટેમ્બર 2019ના રોજ ભાગ છુટો કર્યો છે.

ત્યારબાદ વિજય ટાંક પાસે વારંવાર ભાડુ મગાતું હતુ, પરંતુ દાદાગીરી કરી ઓફિસ પચાવી પાડી હતી. પરિણામે બિલ્ડર ઓફિસમાં તપાસ કરવા ગયા હતા. જ્યા વિજય હરીભાઇ ટાંકની પત્નિ વિણા વિજય ટાંક (બંને રહે, પ્લોટ નંબર 154 સેક્ટર 8 ગાંધીનગર) બેઠી હતી. ત્યારે મહિલાને ભાડા બાબતે વાત કરી હતી, જો ના આપવુ હોય તો ઓફિસ ખાલી કરવા કહ્યુ હતુ. ત્યારે ઓફીસ ખાલી નહી થાય જે થાય એ કરી લો કહી મહિલા ધમકી આપી.

અન્ય સમાચારો પણ છે...