હુમલો:ઝુંડાલનો પ્લોટ બિલ્ડરને વેચવાની અદાવત રાખી દંપતી પર હુમલો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડાલજનાવ્યક્તિને પ્લોટ વેચાણ નહીં આપતા મારામારી

ઝુંડાલમા માલિકીનો પ્લોટ બિલ્ડરને વેચવામા આવ્યો હતો. તેની અદાવત રાખતા જમીન દલાલે દંપતીને માર મારવામા આવ્યો હતો. દંપતી સર્વિસ સ્ટેશન ઉપર કાર વોશ કરાવવા ગયુ હતુ. તે સમયે જીવા રબારી સહિત 8 લોકોએ મારામારી કરી હતી. જેથી મારામારી કરનાર તમામ લોકો સામે અડાલજ પોલીસ મથકમા ગુનો નોંધાવવામા આવ્યો હતો.

ધર્મેન્દ્ર ચતુરભાઇ પટેલ (રહે, ઝુંડાલ) જમીન દલાલીનો ધંધો કરે છે. ત્યારે ઝુંડાલમા આવેલી દેવભુમી સોસાયટી પાસે આવેલા સર્વિસ સ્ટેશન ઉપર કાર વોશ કરાવવા તેની પત્નિ સાથે ગયો હતો. તે બપોરના સમયે વોશિંગ સ્ટેશનની બાજુમા અડાલજનો જમીન દલાલ જીવા રબારી સહિતના પાંચ લોકો બેઠેલા હતા. તે સમયે જીવા રબારીએ ધર્મેન્દ્રને બોલાવ્યો હતો અને અગાઉ ધર્મેન્દ્રનો ઝુંડાલ સીમમા ટીપી વિસ્તારનો પ્લોટ હોવાથી જીવા રબારીએ માગ્યો હતો, પરંતુ ધર્મેન્દ્રએ બિલ્ડરને વેચાણ આપ્યો હતો.

જેથી અદાવત રાખતા વર્ષ 2021મા ધર્મેન્દ્રને ગાળો બોલી હતી. છતા તેને કાંઇ ફરિયાદ કરી ન હતી. જ્યારે વોશિંગ સ્ટેશન ઉપર જોવા મળતા જીવાએ બોલાવ્યો હતો. જ્યારે તેની પાસે જતા ગાળા ગાળી કરીને છાતીના ભાગે લાત મારી હતી. જ્યારે ખાટલામા પડી જતા બીજા ચાર લોકો મારામારી કરવા લાગ્યા હતા. તે ઉપરાંત નજીકમાંથી અન્ય ત્રણ માણસો આવ્યા હતા અને તે લોકો પણ મારામારી કરવા લાગ્યા હતા. મોઢા અને શરીના ભાગે મારામારી કરવા લાગતા કારમા બેઠેલી પત્નિ પતિને બચાવવા દોડી હતી. જેથી પત્નિને પણ લાકડી મારવામા આવી હતી.

જ્યારે જીવો રબારી તેના માણસોને કહેતો હતો કે, આજે તો આ પટેલને પાડીજ દો, તેને પતાવી જ દેવાનો છે. જાનથી મારી નાખવાની ધમકી આપતા મારામારી કરતા હતા. મારામારીથી બચીને કાર લઇને ભગાડતા જીવો રબારી તેની સફેદ કલરની સ્કોરપીયો કાર અને અન્ય લોકો મરુણ કલરની કાર લઇને પાછળ કાર ભગાવી હતી. પરંતુ ધર્મેન્દ્રએ કાર સીધી એપોલો હોસ્પિટલના કેમ્પસમા કાર લઇ જતા ભાગી ગયા હતા. જ્યારે હોસ્પિટલમા સારવાર કરાવતા 8 લોકો સામે પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...