ભારતે દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ હોવાનો સંતોષ માનવો જોઈએ નહીં, પણ વિશ્વના ડેરી ક્ષેત્રના સૌથી મોટા નિકાસકાર બનવાનો ધ્યેય રાખવો જોઈએ. કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે ગાંધીનગર ખાતે 49મી ડેરી કોન્ફરન્સમાં સહકારી મોડેલ મજબૂત બનાવવાની કેન્દ્ર સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
દૂધ પ્રોસેસિંગની ક્ષમતા દૈનિક 126 મિલિયન લિટર
અમિત શાહે કહ્યું, આ વર્ષે કોન્ફરન્સની થીમ “ભારત વિશ્વની ડેરી, તકો અને પડકારો ” રાખવામાં આવી હતી. આપણી દૂધ પ્રોસેસિંગની ક્ષમતા દૈનિક 126 મિલિયન લિટર છે જે વિશ્વમાં સૌથી વધુ છે. વર્ષ 1970 થી 2022 વચ્ચે ભારતની વસ્તીમાં ચાર ગણો વધારો થયો છે. પણ દૂધનુ ઉત્પાદન આ ગાળામાં 10 ગણું થયુ છે.
ભારતમાં બીજી શ્વેત ક્રાંતિની જરૂર
આપણે સૌથી મોટા દૂધ ઉત્પાદક હોવાનો સંતોષ રાખવો જોઈએ નહીં. આપણે ડેરી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા નિકાસકાર બનવા માટે પ્રયત્નશીલ રહેવુ જોઈએ. ભારતમાં બીજી શ્વેત ક્રાંતિની જરૂર છે. અને આપણે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.