ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ એમાં પાસ થયા છે. ચૂંટણીનાં પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ્ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.
કયા વોર્ડમાં કોણ જીત્યું
વોર્ડ નંબર | વિજેતા | પક્ષ | મળેલા મત |
વોર્ડ -1 25-26 -રાંધેજા | મીનાબેન સોમાભાઇ મકવાણા | ભાજપ | 4198 |
વોર્ડ -1 25-26 -રાંધેજા | અંજનાબેન સુરેશભાઇ મહેતા | ભાજપ | 5227 |
વોર્ડ -1 25-26 -રાંધેજા | નટવરજી મથુરજી ઠાકોર | ભાજપ | 5111 |
વોર્ડ -1 25-26 -રાંધેજા | રાકેશકુમાર દશરથભાઇ ૫ટેલ | ભાજપ | 4934 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | પારુલબેન ભૂ૫તજી ઠાકોર | ભાજપ | 5407 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | દીપ્તિબેન મનીષકુમાર ૫ટેલ | ભાજપ | 6223 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા | ભાજપ | 7082 |
વોર્ડ -2 પેથાપુર-જી.ઇ.બી | ગજેન્દ્રસિંહ કનુસિંહ વાઘેલા | કોંગ્રેસ | 6070 |
વોર્ડ -3 24-27-28 | સોનાલીબેન ઉરેનકુમાર પટેલ | ભાજપ | 4346 |
વોર્ડ -3 24-27-28 | દીપિકાબેન સવજીભાઇ સોલંકી | ભાજપ | 4231 |
વોર્ડ -3 24-27-28 | ભરતભાઇ મનજીભાઇ ગોહિલ | ભાજપ | 4087 |
વોર્ડ -3 24-27-28 | અંકિત અશ્વિનકુમાર બારોટ | કોંગ્રેસ | 5598 |
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા | દક્ષાબેન વિક્રમજી મકવાણા | ભાજપ | 6069 |
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા | સવિતાબેન હેમતાજી ઠાકોર | ભાજપ | 5700 |
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા | ભરતભાઇ શંકરભાઇ દીક્ષિત | ભાજપ | 5701 |
વોર્ડ -4 પાલજ-ધોળાકૂવા | જસપાલસિંહ પ્રવીણસિંહ બિહોલા | ભાજપ | 6566 |
વોર્ડ -5 પંચદેવ | કૈલાસબેન ગુણવંતભાઇ સુતરિયા | ભાજપ | 4544 |
વોર્ડ -5 પંચદેવ | હેમાબેન મંથનકુમાર ભટ્ટ | ભાજપ | 4690 |
વોર્ડ -5 પંચદેવ | પટેલ કિંજલકુમાર દશરથભાઇ | ભાજપ | 4952 |
વોર્ડ -5 પંચદેવ | પદમસિંહ ભરતસિંહ ચૌહાણ | ભાજપ | 4624 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | ભાવનાબેન વિક્રમસિંહ ગોલ | ભાજપ | 4062 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | પ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરિયા | ભાજપ | 3825 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | વ્યાસ ગૌરાંગ રવીન્દ્ર | ભાજપ | 4492 |
વોર્ડ -6 મહાત્મા મંદિર | પરીખ તુષાર મણિલાલ | આપ | 3974 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | સોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલા | ભાજપ | 6394 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | કિંજલબેન દિનેશજી ઠાકોર | ભાજપ | 5746 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | પ્રેમલસિંહ પુંજાજી ગોલ | ભાજપ | 6581 |
વોર્ડ -7 કોલવડા-વાવોલ | પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ | ભાજપ | 6314 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | ઉષાબેન વિષ્ણુજી ઠાકોર | ભાજપ | 7270 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | છાયા કાંતિલાલ ત્રિવેદી | ભાજપ | 7130 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | હિતેશકુમાર પૂનમભાઈ મકવાણા | ભાજપ | 6282 |
વોર્ડ -8 4-5-અંબાપુર-સરગાસણ | રાજેશકુમાર રાવજીભાઈ પટેલ | ભાજપ | 7401 |
વોર્ડ -9 2-3-કુડાસણ | અલ્પાબેન કૌશિકભાઈ પટેલ | ભાજપ | 8293 |
વોર્ડ -9 2-3-કુડાસણ | શૈલાબેન સુનીલભાઈ ત્રિવેદી | ભાજપ | 7063 |
વોર્ડ -9 2-3-કુડાસણ | રાજુભાઈ શંકરલાલ પટેલ | ભાજપ | 7646 |
વોર્ડ -9 2-3-કુડાસણ | સંકેત રમેશભાઈ પંચાસરા | ભાજપ | 7296 |
વોર્ડ -10 6-7-કોબા | મીરાબેન મિનેષકુમાર પટેલ | ભાજપ | 8635 |
વોર્ડ -10 6-7-કોબા | તેજલબેન યોગેશકુમાર વાળંદ | ભાજપ | 8464 |
વોર્ડ -10 6-7-કોબા | મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ | ભાજપ | 8637 |
વોર્ડ -10 6-7-કોબા | પોપટસિંહ હેમતુજી ગોહિલ | ભાજપ | 8509 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | સેજલબેન કનુભાઈ પરમાર | ભાજપ | 6814 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | ગીતાબેન ચંદ્રકાંત પટેલ | ભાજપ | 7326 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | માણેકજી ખોડાજી ઠાકોર | ભાજપ | 6496 |
વોર્ડ -11 ભાટ-ખોરજ | જશવંતલાલ અંબાલાલ પટેલ (જશુભાઈ) | ભાજપ | 6938 |
11માંથી ત્રણ વોર્ડમાં પેનલ તૂટી
મનપાના 11 વોર્ડમાંથી ત્રણ વોર્ડ એવા છે. જેમાં પેનલ તૂટી છે. વોર્ડ નંબર 2, 3 અને 6માં ભાજપના ત્રણ-ત્રણ ઉમેદવારનો વિજય થયો છે. આ ત્રણ વોર્ડમાં બે વોર્ડમાં કોંગ્રેસના અને એક વોર્ડમાં આપના ઉમેદવારે જીત હાંસલ કરી છે. જેમાં વોર્ડ નંબર બે અને ત્રણમાં કોંગ્રેસ એક બેઠક મેળવવામાં સફળ રહ્યું છે, જ્યારે વોર્ડ નંબર 6માં આપે એક બેઠક મેળવી છે.
44માંથી 41 બેઠક સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી
11 વોર્ડની 44 બેઠકો પર થયેલી મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા બની ત્યાથી અત્યારસુધીમાં આ પહેલીવાર થયું છેકે, ભાજપને આ મનપામાં સ્પષ્ટ બહુમતી મળી હોય. જ્યારે કોંગ્રેસને માત્ર બેજ બેઠક તો આપ કે જે આ ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવશે તેવું મનાતું હતું તેને એકજ બેઠક મળી છે.
11માંથી 8 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી
11 વોર્ડની ચૂંટણીના પરિણામ જોઇએ તો 8 વોર્ડ એવા છે. જેમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે. જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ-4, વોર્ડ-5, વોર્ડ-7, વોર્ડ-8, વોર્ડ-9, વોર્ડ-10 અને 11માં ભાજપના તમામ ઉમેદવાર વિજયી થયા છે.
જનતાએ બે વખત તક આપી, પણ કોંગ્રેસ સાચવી ન શકી!
2011માં મનપાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના 18 અને ભાજપના 15 ઉમેદવારો વિજેતા થયા હતા. ગાંધીનગરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઓક્ટોબર-2012માં પેનલના બે સભ્યો સાથે પક્ષપલટો કરી સત્તા ભાજપના ખોળામાં આપી દીધી હતી. કોંગ્રેસના નેતાઓના પક્ષપલટાથી અનેક મતદારો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હતા, જેને પગલે 2016ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંનેને 16-16 બેઠક મળી હતી. એમાં ભાજપને કુલ 1,29,733 મત, જ્યારે કોંગ્રેસને 1,36,095 મત મળ્યા હતા, એટલે કે એ સમયે પણ કોંગ્રેસ તરફ જનતાનો ઝોક વધુ રહેતાં તેને 6362 મત વધુ મળ્યા હતા. જોકે પોતાના નેતાઓને સાચવી ન શકનારી કોંગ્રેસમાં ફરી પક્ષપલટો થયો હતો, જેમાં પ્રવીણ પટેલ પક્ષપલટો કરીને મેયર બની ગયા હતા અને ફરી સત્તા ભાજપના ખોળામાં જતી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.