ગ્રામપંચાયત ચૂંટણી પરિણામ:રાજ્યની મોટાભાગની ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર, અનેક ગ્રામ પંચાયતોના પરિણામ હજી આવવાના બાકી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • મોરબીના ત્રાજપરમાં ધારાસભ્ય પરસોતમ સાબરિયાના પત્નીની હાર
  • વિજેતા ઉમેદવાર દ્વારા ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરવામા આવી
  • વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં જશ્નનો માહોલ
  • પાટણના ગજા ગામમાં નાના ભાઈએ પિતરાઈ મોટા ભાઈને 71 મતે હરાવ્યા
  • વડોદરાના પાદરાના ગયાપુરા ગામમાં સરપંચ તરીકે કમલેશભાઈ પટેલનો વિજય
  • ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર

રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરી ચાલી રહી છે. ​​​​​​ તાલુકા વાઈઝ ગ્રામ પંચાયતોના પરિણામ આવી રહ્યા છે. છોટાઉદેપુરના કોવિઠામાં મોડલ એશ્રા પટેલની હાર થઇ છે. તેની સામે સરપંચ પદે જ્યોતિ સોલંકીની જીત થઇ છે. દાહોદના લીમખેડામાં મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા ટોળું વિખેરવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરાયો હતો. પોલીસના લાઠીચાર્જના કારણે ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી. તો ભરૂચ તાલુકાના હિંગલોટ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ ગામમાં ઘર્ષણની ઘટના બની હતી. પરાજિત ઉમેદવારો અને વિજેતા ઉમેદવારોના જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મારામારીની ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા ભરૂચ સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભરૂચના હિંગલોટ ગામમાં મતગણતરી બાદ મારામારીની ઘટના બની
ભરૂચના હિંગલોટ ગામમાં મતગણતરી બાદ મારામારીની ઘટના બની

8686માંથી 3355 ગ્રામ પંચાયતોની મતગણતરી બાકી

મતગણતરી લાઈવ અપડેટ

>>>પાટડીમાં મતદાન મથકની બહાર સમર્થકોની ભીડના કારણે 108 એમ્બ્યુલન્સ ફસાઈ

>>>પાટણના રાધનપુરના મસાલી ગામે સરપંચપદે પરમાબેનનો 77 મતે વિજય

>>>પાટણના રાધનપુરના કોલાપુરા ગામના સરપંચપદે ક્રિષ્નાબેન રબારીનો 66 મતે વિજય

>>>પાટણના સાંતલપુરના ઝેકડા ગામે સરપંચ પદે હસુભાઈ ભંડારીનો 16 મતે વિજય

>>> પાટણના સાંતલપુરના દૈસર ગામમાં સરપંચપદે ઈશ્વરભાઈ દેસાઈનો 8 મતે વિજય

>>> પતિનો પરાજય થતાં પત્ની બેભાન, નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદે વાસુદેવ વસાવા 10 મતે હાર્યા

>>> નખત્રાણાની ગ્રામપંચાયત ચૂંટણીની મતગણતરી ધીમી ગતિએ ચાલતી હોવાથી ભારે ઉત્કંઠા. એક રાઉન્ડને 3 કલાક જેટલો સમય લાગતાં રાત્રે 1 વાગ્યા સુધી ગણતરી ચાલવાની સંભાવના

>>> જામનગર તાલુકાના ખારાવેઢા ગામના સરપંચપદે રંજનબેન કેશવજીભાઇ બોરિચાનો 26 મતે વિજય

વિવિધ ગ્રામપંચાયતોમાં સરપંચપદે મનગમતા ઉમેદવાર વિજેતા થતાં સમર્થકો અને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો.
વિવિધ ગ્રામપંચાયતોમાં સરપંચપદે મનગમતા ઉમેદવાર વિજેતા થતાં સમર્થકો અને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો.

>>> ભાવનગર જિલ્લાના ભાલના રાજગઢ ગામે બાબુભાઈ ગોવિંદભાઇ પનારા સરપંચપદે વિજેતા

>>> ભાવનગરના ભોજપરા ગામના સરપંચપદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા

વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યું.
વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યું.

>>> ગાંધીનગરના રતનપુર ગામના સરપંચપદે વીરેન્દ્ર સિંહ બિહોલાનો 458 મતથી વિજય

>>> દાહોદના દે.બારિયાના નાળાતોડમાં ભૂપેન્દ્રસિંહ અમર શીહ રાઠવાનો વિજય

>>> અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગિનીબેન અને સઋરપુરમાં કોદીબેન બામણિયાનો વિજય

>>> પાટણના શંખેશ્વરના રૂનીમાં દિનેશ મકવાણા, ચાણસ્માના ગલોલી વાસણામાં દીવાબેનની જીત, રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરનો વિજય

>>> ધ્રાંગધ્રાના સજ્જનપુરમાં લાલજી પટેલનો વિજય

વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું.
વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું.

>>> ઝાલોદના ટાંડીમાં સરપંચપદે પ્રિયંકાબેન પ્રકાશભાઈ ભાભોરનો 49 મતથી વિજેતા
>>> દાહોદના ભીટોડીમાં સરપંચપદે વિનોદભાઈ ડામોરનો વિજય

>>> વિરમગામના જક્સી ગામમાં પંચાયત સરપંચપદે નવઘણજી ઠાકોર વિજેતા

>>> નવસારીના પીનસાડ-સરોણા ગામના સપરંચપદે નયન પટેલનો વિજય

મોટી સંખ્યામાં સમર્થકો મતદાન મથકે પહોંચ્યા.
મોટી સંખ્યામાં સમર્થકો મતદાન મથકે પહોંચ્યા.

>>> દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા

>>>ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામપંચાયતમાં સરપંચપદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય

>>> મોરબી જિલ્લાના હળવદના મયાપુર ગામના વિજેતા સરપંચ નથુભાઈ જગજીવનભાઈ કણઝરિયા

>>> પાટણના ગજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નાના ભાઈ પિતરાઈ મોટા ભાઈને 71 મતે હરાવ્યા

>>> અમદાવાદના વિરમગામના ઝુંડ ગ્રામપંચાયતમાં હિનાબેન પટેલ સરપંચપદે વિજેતા

ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ.
ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ.

>>> પાટણના હનુમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટ વિજયી થયા. છેલ્લાં 45 વર્ષથી જીતતા આવે છે.

>>> ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશ ન આપતાં હોબાળો થયો

>>> મતપેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગીરી શરૂ

પાટણના ગજા ગામમાં નાના ભાઈએ પિતરાઈ મોટા ભાઈને 71 મતે હરાવ્યા.
પાટણના ગજા ગામમાં નાના ભાઈએ પિતરાઈ મોટા ભાઈને 71 મતે હરાવ્યા.

મતગણતરી સ્થળ પર પોલીસ-બંદોબસ્ત
પાટણ જિલ્લાના ગ્રામપંચાયતોની ચૂંટણીમાં કુલ 2 લાખ 85 હજાર 704 મતદારો પૈકી 2 લાખ 32 હજાર 248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં કુલ 81.90 ટકા મતદાન થયું હતું, જેમાં સરપંચની 152 બેઠકના 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠકના 968 ઉમેદવારના ભાવિનો આજે ફેંસલો થશે. આજે દરેક તાલુકા મથક પર સવારે 9:00 વાગે મતગણતરીનો પ્રારંભ થયો હતો. 450 કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. સૌપ્રથમ મતપેટીમાંથી સરપંચ અને વોર્ડના ઉમેદવારના ગુલાબી અને સફેદ મતપત્ર અલગ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંનેની જુદી જુદી ગણતરી કરવામાં આવી રહી છે. આમ, સવારથી જ મત ગણતરી સ્થળ પર ઉમેદવારો અને ટેકેદારો સહિત સભ્યો મોટી સંખ્યા આવી રહ્યા છે. મતગણતરી સ્થળ પર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. આમ તો પાર્ટીના સિમ્બોલ પર ગ્રામપંચાયતની ચૂંટણીઓ નથી લડાતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય પક્ષોને પણ ક્યાં કેટલું સમર્થન મળ્યું એનો ખ્યાલ આવી જશે. ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની ના પાડતાં હોબાળો થયો હતો. જ્યારે ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઈ.
વલસાડ જિલ્લામાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરાઈ.

રાજ્યની ગ્રામપંચાયતમાં થયું છે સરેરાશ 74.70 ટકા મતદાન
રાજ્યની 8684 ગ્રામપંચાયતમાં રવિવારે યોજાયેલું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. રાજ્યમાં સરેરાશ 74.70 ટકા મતદાન નોંધાયું હતું.

ઉમેદવારો દ્વારા ઉજવણીની તડામાર તૈયારીઓ કરાઈ
ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એ પહેલાં જ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ઉમેદવારો દ્વારા જીતની ઉજવણીની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફટાકડા અને મીઠાઈની પહેલેથી જ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...