તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનોવૈજ્ઞાનિક કાઉન્સલીંગ:છેલ્લા 8 માસમાં કોરોનાની કામગીરી કરી રહેલા 14 તબિબ અને 10 નર્સિંગ કર્મચારીનું કાઉન્સિલિંગ કરાયું

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સતત કોરોનાના દર્દીઓની સારવારથી માનસિક ટ્રેસ અનુભવતા તબિબો અને નર્સિંગ સ્ટાફ

સતત કોરોનાના દર્દીઓની સારવારથી માનસિક ટ્રેસને લીધે હું ઘરે જઇશ તો મારા પરિવારને કોરોના થશે તેવો માનસિક ડર સતાવી રહ્યો છે. આથી છેલ્લા 8 માસમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરજ બજાવતા 14 તબિબો અને 10 નર્સિંગ કર્મચારીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સલીંગ કર્યું હતું. જીવલેણ કહેવાતી કોરોનાની મહામારી છેલ્લા 8 માસથી સમગ્ર વિશ્વને ઘેરી રહી છે. ત્યારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્સ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓની સારવાર કરી રહેલા તબિબો અને નર્સિંગ સ્ટાફને એક જ માહોલમાં રહેવાથી કેવા પ્રકારનો માનસિક ટ્રેસ અનુભવે છે તે અંગે સાયકાટ્રીસ વિભાગના તબિબ ડો. ચિંતન સોલંકીને પુછતા જણાવ્યું કે, કોરોનાની કોઇ જ દવા શોધાઇ નથી. ઉપરાંત દર્દીઓની સારવાર માટે પીપીઇ કીટ પહેરવી પડે છે. જે તબિબો અને નર્સિંગ સ્ટાફ માટે કપરૂ બની રહેતું હતું. તેમાંય ઉનાળામાં તેઓની હાલત ઘણી જ કફોડી બની રહેતી હતી. પીપીઇ કીટ પહેર્યા બાદ ગરમી લાગે છે.

કોરોના વોર્ડમાં ફરજ બજાવતા તબિબ અને નર્સિંગ કર્મચારીઓને અનુભવતો માનસિક ડર

 • ઘરે જઇને બાળકો તેમજ માતા પિતાને કોરોનાના થશે તેવો ડર
 • પરિવારના સભ્યોથી દુર એકલા એક રૂમમાં રહેવાથી એકલતા અનુભવતા હતા
 • મહિલા તબિબ અને નર્સને બાળકોથી દુર રહેવું કપરૂ બની રહેતું હતું
 • બાળકોના ઓનલાઇન ટીચીંગ તેમન ભોજન કરાવવા સહિતની ચિંતા રહેતી હતી
 • ઘરને સંભાળવાનું અને નોકરી કરવાની હોવાથી તેનો ટ્રેસ વધુ જોવા મળતો હતો
 • ડિપ્રેશનને લીધે ગમતું નથી.
 • બેચેની રહ્યા કરે છે
 • ભૂખ લાગતી નથી
 • કોરોનાની મહામારીને અંત ક્યારે આવશે.
 • રોનાથી બચવા માટે નોકરી છોડી દેવાના વિચારો આવતા હતા.

PPE કીટ પહેર્યા બાદ તબિબ- નર્સિંગ કર્મીને પડતી તકલીફ

 • પીપીઇ કીટ કાઢ્યા પછી નવી જ કીટ પહેરવી પડતી હતી.
 • કીટ પહેર્યા બાદ કુદરતી પ્રક્રિયાને 7 કલાક સુધી રોકી રાખવી પડતી હતી
 • કીટ પહેરી હોવાથી તબિબ ચેક કરાતા નથીની દર્દી ફરીયાદ કરે છે
 • ચશ્મા ઉપર ફોંગિગ થઇ જાય છે
 • દર્દીને ઇન્જેક્શન આપવા તેમજ બોટલ ચલાવવામાં તકલીફ પડે છે
 • દર્દીના કેસ પેપરમાં દવા તેમજ તેની સારવાર લખવામાં તકલીફ અનુભવે છે
 • કીટ પહેર્યા બાદ તરસ લાગતા પાણી પીવામાં તકલીફ અનુભવાય છે.

તબિબ-નર્સિંગ 10 કર્મીઓને દવા આપવી પડી હતી
કોરોનાને કારણે માનસિક ટ્રેસને કારણે કામનું ભારણ અને રજા વિના કામ કરવાની ચિંતાને લીધે તણાવ તબિબો અને નર્સિંગ સ્ટાફ અનુભવતા હોવાની ફરિયાદો આવતી હતી. આથી આવા તબિબ અને નર્સિંગ 10 સ્ટાફને દવા આપવાની જરૂર પડી હોવાનું મેડિકલ કોલેજના સાયકાટ્રીક વિભાગના હેડ ડો.ચિંતન સોલંકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો