ખેડુતોને તાલીમ:પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાના 2346 ખેડૂતને અપાતો ગાય નિભાવનો ખર્ચ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ, ઝરણનો ઉપયોગ થાય છે
  • દર માસે ખેડૂતોને ગાયના નિભાવ પેટે રૂપિયા 900 અપાય છે

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે જિલ્લાના 2136 ખેડુતોને તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે ગાયના નિભાવ માટે જિલ્લાના 2346 ખેડુતોને દર મહિને રૂપિયા 900 આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત આગામી સમયમાં અન્ય ખેડૂતોને પણ પ્રાકૃત્તિક ખેતી અંગેની જાણકારી અપાશે.

વર્તમાન સમયમાં ખેતીમાં રસાયણિક ખાતર, દવાઓ, જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગથી પાકની ગુણવત્તા ઉપર અસર પડે છે. દવાઓ અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગને પગલે વિવિધ રોગો અને બિમારીઓના ભોગ લોકો બની રહ્યા છે. ત્યારે ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતીની જાણકારી આપતા તાલીમ વર્ગો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે 2021-22માં જિલ્લામાં વિવિધ સમયે કુલ-42 તાલીમના માધ્યમથી જિલ્લાના 2348 ખેડુતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ, ઝરણનો ઉપયોગ કરવામાં આવે છે. આથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપ્યા બાદ ખેડુતોને ગાય નિભાવ માટે પ્રતિ મહિને 900 આપવામાં આવે છે. આથી જિલ્લાના 2347 ખેડુતોને પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે ગાય નિભાવ માટે દર મહિને 900 અપાયછે.

અન્ય સમાચારો પણ છે...