તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીપોર્ટમાં ખુલાસો:રાજ્ય સરકારના બોર્ડ નિગમોમાં ભ્રષ્ટાચાર વકર્યો, તકેદારી આયોગને વર્ષ 2019માં આઠ હજારથી વધુ ફરિયાદો મળી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ગૃહમાં વર્ષ 2019ના ગુજરાત તકેદારી આયોગના રિપોર્ટમાં ભ્રષ્ટાચારની વિગતો સામે આવી

રાજ્ય સરકારના બોર્ડ નિગમોમાં ભ્રષ્ટાચાર વકર્યો હોવાનો ઘટસ્ફોટ વિધાનસભા ગૃહમાં થયો હતો. ભ્રષ્ટાચારની ફરિયાદો મામલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 1442 ફરિયાદો સાથે ટોચના સ્થાને છે. ગુરુવારે વિધાનસભા ગૃહમાં વર્ષ 2019ના ગુજરાત તકેદારી આયોગના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. રાજ્ય સરકારના બોર્ડ નિગમોમાં ભ્રષ્ટાચાર વકર્યો છે. ત્યાર બાદ મહેસૂલ વિભાગ 1228 ફરિયાદો સાથે બીજા સ્થાને, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ 1107 ફરિયાદો સાથે ત્રીજા ક્રમે, ચોથા નંબરે 968 ફરિયાદો સાથે ગૃહ વિભાગ અને પાંચમા ક્રમે 500 ફરિયાદો સાથે શિક્ષણ વિભાગ પણ સામેલ છે.

તકેદારી આયોગને 8501 ફરિયાદો મળી હતી
આ આખા વર્ષમાં તકેદારી આયોગને 8501 ફરિયાદો મળી હતી. બીજી તરફ બોર્ડ નિગમોમાં પાણી પુરવઠા બોર્ડ સામે 75, મેરીટાઈમ બોર્ડ 72, પશ્ચિમ ગુજરાત વીજ કંપની 57, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 48 અને સરદાર સરોવર નર્મદા નિગમ વિરુદ્ધ 42 ફરિયાદો આયોગને મળી હતી. તકેદારી આયોગે વર્ષ 2019માં 432 અધિકારીઓ-કર્મચારીઓ સામે પગલાં લેવાની ભલામણો કરી હતી, આ ઉપરાંત વિભાગ તથા બોર્ડ નિગમના 123 કિસ્સામાં નિવૃત્તિના મહિનામાં જ આક્ષેપો કરતી ફરિયાદો મળી હતી, અહેવાલના વર્ષ દરમિયાન કુલ 170 શિક્ષાના હુકમો આયોગને મળ્યા છે.

527 અરજીઓમાં ગંભીર પ્રકારના આક્ષેપો હતા
વર્ષ 2019માં તકેદારી આયોગને 8501 ફરિયાદો મળી હતી, જે પૈકી 527 અરજીઓમાં ગંભીર પ્રકારના આક્ષેપો હતા, જેમાં પ્રાથમિક તપાસ કરીને અહેવાલ આપવા જે તે વિભાગોને કહેવાયું હતું, જ્યારે 6063 જેટલી અરજીઓ યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માટે સંબંધિત સક્ષમ અધિકારીઓને મોકલી અપાઈ હતી, કારણ કે એ અરજીના આક્ષેપો પ્રથમદર્શનીય રીતે આયોગના ક્ષેત્રાધિકારમાં આવતી ન હતી. 80 ફરિયાદોમાં અરજદારો પાસેથી વધુ વિગતો માગવામાં આવી હતી જ્યારે 1831 ફરિયાદો આયોગની કચેરીમાં દફ્તરે કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો