ભષ્ટાચાર કર્યાનો આક્ષેપ:વાંકાનેરડામાં 14.97 લાખનાં કામોમાં ભષ્ટ્રાચાર થયાની DDOને રજૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાની કમ્પાઉન્ડ વોલ, સેફ્ટિવોલ સહિતની કામગીરીમાં ભષ્ટાચાર કર્યાનો આક્ષેપ

વાંકાનેરડામાં સીસી રોડ, શાળાની કમ્પાઉન્ડ વોલ, સેફ્ટીવોલ સહિતની કામગીરીમાં ભષ્ટાચાર કર્યાનો સ્થાનિક વ્યક્તિએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત વિકાસના વિવિધ કામો માટે મંજુર કરેલા રૂપિયા 14.97 લાખ પરત વસુલવા અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

જિલ્લાના વાંકાનેરડા ગામમાં વિવિધ વિકાસના કામો માટે રૂપિયા 14.97 લાખની ગ્રાન્ટ ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાંત્રિક તેમજ વહિવટી મંજુરી આપવામાં આવી હતી. જોકે આ ગ્રાન્ટમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા ભષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગામમાં વિવિધ વિકાસના કામોમાં ગામમાં ત્રણ આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે.

પરંતુ આરસીસી રોડનું પીસીસી કરવામાં આવ્યું નથી. આથી પીસીસીના નાણાં પરત લેવામાં આવે તેવી માંગણી અરજદારે કરી છે. ઉપરાંત ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલ જૂની હોવા છતાં તેની ઉપર દિવાલ કરી દીધી છે. ઉપરાંત જૂની દિવાલનું પ્લાસ્ટર કાઢીને નવું પ્લાસ્ટર કરીને ભષ્ટાચાર કર્યો છે. ગામના વિવિધ વિકાસના કામોમાં થયેલા ભષ્ટાચાર અંગે ગામના ડેપ્યુટી સરપંચે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરીને નાણાં નહી ચુકવવાની માંગણી કરી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ચુકવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે.

વધુમાં ગામમાં પીવાના પાણીની પાઇપ લાઇન નાંખવામાં પણ ભષ્ટાચાર કર્યો છે. જેમાં ગ્લેવેનાઇઝ પાઇપ નાંખવાને બદલે ચાલુ કંપનીની પીવીસી પાઇપ લાઇન નાંખવામાં આવી છે. પીવાની પાઇપ લાઇન જમીનમાં માત્ર એક ફુટ જ ઉંડી નાંખવામાં આવી છે. વધુમાં આરસીસીની સ્વરક્ષણ દિવાલમાં લોખંડનો બીલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ગામના રોહિતવાસમાં નાંખવામાં આવેલી ગટર લાઇનમાં પણ ભષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે અરજદારે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસઅધિકારી, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરીને વિકાસના કામોમાં કરેલા ભષ્ટાચાર બદલ કોન્ટ્રાક્ટર પાસેથી નાણાંની વસુલાત કરવામાં આવે. ઉપરાંત ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી એમ.બી.સોલંકીએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...