બેદરકારી:વહેલાલ ,પીરાણા સહિત દસક્રોઈમાં કાટ ખાઈ રહેલાં લોખંડના હોર્ડિંગ

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીની 150મી જન્મ જયંતીએ સરકારે કરોડોનો ખર્ચ કર્યો હતો
  • ટીડીઓના ક્લિન ઇન્ડિયા અભિયાન પરિપત્રમાં હોર્ડિંગ અપડેટ અભિયાન સમાવવું જોઈએ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતી આવી સાદગીજ જેમનો જીવન મંત્ર હતો એવા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાત સહિત દસક્રોઈ ના દરેક ગામડે ગામડે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે મોટા મોટા લોખંડના બોર્ડ લગાવી ભપકા કર્યા હતા અને દરેક ગ્રામ પંચાયતને વિકાસના અલગ અલગ કામો ક્યાં વર્ષે થયા કેટલા લાખના ખર્ચે થયા તે લખાય હતા.આજે વહેલાલ સહિત દસક્રોઈ ગુજરાતમાં કરોડોના ખર્ચે બે વર્ષ પૂર્વે મુકવામાં આવેલ મસમોટા હોર્ડીંગ કટાઈ રહ્યા છે બે વર્ષ પૂર્વે લખાયેલું લખાણ એજ છે .દર વર્ષે કોઈ નવું અપડેટ લખાણ કરવા તંત્ર નીરઉત્સાહિ છે.આ માટે ખર્ચો કરવા તાલુકા જિલ્લા કે ગ્રામ પંચાયત તૈયાર નથી. ત્યારે આ અનુભવમાંથી ભવિષ્યમાં આવા ભપકા ના કરે એ પાઠ ભણે તો સારૂ.

સફાઈ અભિયાનની જેમ અપડેટ અભિયાન ચલાવી બચાવી શકાય બે વર્ષ પૂર્વે મુકાયેલા હોર્ડીંગ કાટ ખાય છે કોઈ અપડેટ નથી કરાતું ત્યારે ગાંધી જયંતિ ના દિવસે સરકાર તેમજ સંગઠન ધ્વારા સફાઈ અભિયાન કરાય છે .ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ માટે ટીડીઓ પંચાયતો,શાળા,પીએચસી ને સફાઈ ,શેરી નાટક સહિતના કાર્યક્રમ માટે પરિપત્ર આપ્યો છે ત્યારે તેમાં આ હોર્ડીંગ અપડેટ કરવાનું અભિયાનનો ઉલ્લેખ કરી અપડેટ કરી સદ ઉપયોગ કરાય તોજ સમગ્ર ગુજરાતમાં કરોડોના ખર્ચે બનાવેલ હોર્ડીંગ ઉપયોગી બની કટાતા અટકે.

અન્ય સમાચારો પણ છે...