તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ ડિવિઝના કુલ 125 ડેપોના કુલ 375 કર્મચારીઓને ફર્સ્ટ એડની તાલીમ આગામી તારીખ 26મી, માર્ચ સુધી કુલ 7 તબક્કામાં આપવામાં આવશે. જેમાં દરેક તબક્કામાં 54 કર્મચારીઓને સામેલ કરાશે. આથી દરેક ડેપોમાંથી કર્મચારીઓને તાલીમ આપવાનો આદેશ એસ ટી નિગમે કર્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકલ અને એક્સપ્રેસ તેમજ વોલ્વો સહિતની બસો લાંબા અને ટૂંકા અંતર માટે દોડાવવામાં આવે છે. બસમાં મુસાફરી દરમિયાન અકસ્માત વખતે મુસાફરો, સ્ટાફના કર્મચારી, ઇજાગ્રસ્ત થાય તો તેઓને તાત્કાલિક જરૂરી સારવાર મળી રહે તેમ માટે દરેક એસ ટી બસમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવામાં આવે છે. જોકે એસ ટી બસમાં રાખેલા ફસ્ટ એડ બોક્ષની દવા સહિતની સામ્રગી કેવી રીતે કેવા પ્રકારની ઇજાઓમાં કરવો તેની પ્રાથમિક જાણકારી એસ ટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને હોવી જોઇએ.
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરના તમામ ડિવિઝનોને તાબાના ડેપોના કર્મચારીઓને ફર્સ્ટ એડની તાલીમ આપવાનો આદેશ કર્યો છે. એસટી ડેપોના કર્મચારીઓની ફસ્ટ એડની તાલીમની સાથે દરરોજની લાંબા અને ટૂંકા અંતરની એસ ટી બસ સેવાઓ પણ ચાલુ રહે તે માટે ફસ્ટ એડની તાલીમ કુલ 7 તબક્કામાં યોજવામાં આવનાર છે. અમદાવાદ ડિવીઝનના કુલ 125 ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાંથી એક કંડક્ટર, 1 ડ્રાઇવર કમ કંડક્ટર તેમજ 1 માસ્ટર ટ્રેનરને તાલીમમાં સામેલ કરાશે. જોકે તાલીમમાં દરેક કર્મચારીએ ગણવેશમાં ઉપસ્થિત રહેવું પડશે. ડેપોમાંથી તાલીમ મેળવેલા કર્મચારીઓએ ડેપોના અન્ય ડ્રાઇવર, કંડક્ટર સહિતના કર્મચારીઓને પણ તાલીમ આપવાની રહેશે. ડેપોના એકપણ કર્મચારી ફર્સ્ટ એડની તાલીમથી વંચિત રહે નહી તેવું આયોજન કરવાની પણ એસ ટી નિગમે આદેશ કર્યો છે. ફર્સ્ટ એડની તાલીમમાં બસમાં રાખેલા ફસ્ટ એડ બોક્ષની વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ અપાશે. ઉપરાંત ઇજાગ્રસ્ત દર્દીઓને કેવી રીતે ટ્રીટ કરવા શું કરવું સહિતની તાલીમ અપાશે તેમ એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.