તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમેજ કંટ્રોલ:ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મેયર રીટા પટેલનું પત્તુ કાપ્યા બાદ રોષ ઠારવા તેમને પ્રદેશ કારોબારીમાં સમાવાયા

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠકો પર આગામી 18મી એપ્રિલે ચૂંટણી યોજાશે
 • કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થતા ભાજપમાં ટિકિટ માટેના દાવેદારોનો રાફડો ફાટ્યો હતો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગાંધીનગર મેયર સહિત વર્તમાન કોર્પોરેટરોની ટિકિટના પત્તા કાપી નાખતા ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિ ઉભી થવા પામી છે. જેના કારણે ગાંધીનગર મેયર રીટા પટેલ તેમજ તેમના પતિ કેતન પટેલના રોષને ઠારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેયર રીટા પટેલને ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય બનાવી ડેમેજ કંટ્રોલનું રાજકારણ ખેલવામાં આવ્યું છે.

કોર્પોરેટરોની ટિકિટના પત્તા કાપી નાખતા ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિ ઉભી થવા પામી છે
કોર્પોરેટરોની ટિકિટના પત્તા કાપી નાખતા ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિ ઉભી થવા પામી છે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠકો પર આગામી 18મી એપ્રિલે ચૂંટણી યોજાનાર છે. કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થતા ભાજપમાં ટિકિટ માટેના દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. જેમાં ગાંધીનગર મેયરના પતિ કેતન પટેલ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, ડેપ્યુટી મેયર નાજાભાઇ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મનુ પટેલ સહિતના વર્તમાન કોર્પોરેટરોને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઘરનો રસ્તો બતાવીને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા. મનપાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે મેયર રીટા પટેલના પતિ કેતન પટેલે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું પરંતુ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સામે તમામ ગોડફાધરોએ હથિયાર નીચે મુકી દીધા હતા.

ભાજપની ચૂંટાયેલી પાંખના વર્તમાન ધુરંધરોનાં પત્તા કપાઇ જતા ગાંધીનગર ભાજપનું રાજકારણ ચરમ સીમાએ પહોંચી ચૂક્યું છે. અંદરખાને ભાજપના જ વર્તમાન સભ્યો કોંગ્રેસને જીતાડવા માટે સક્રિય થઈ ગયા છે કોર્પોરેશનમાં એક હથ્થુ શાસન કરનાર ભાજપના તમામ સભ્યનો ગરબો ઘરે આવી જતા ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે. આ ધુરંધરો ભાજપ પક્ષને વફાદાર હોવાનો ડોળ કરીને મને-કમને ચૂંટણી પ્રચારમાં નીકળી રહ્યા છે નવા નિશાળિયાઓ ને મતદારોને કેવી રીતે રીઝવવા તેનું લેસન પણ શીખવાડી રહ્યા છે.

ભાજપના તમામ સભ્યનો ગરબો ઘરે આવી જતા આંતરિક વિખવાદ શરૂ
ભાજપના તમામ સભ્યનો ગરબો ઘરે આવી જતા આંતરિક વિખવાદ શરૂ

બીજી તરફ ગાંધીનગરના રાજકારણમાં ભાજપમાં દિગ્ગજ નેતાઓને ટિકિટ નહીં મળવાના કારણે કાર્યકરોમાં પણ જોઈએ તેવો ઉત્સાહ જોવા મળતો નથી હવે મનપાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપને ડેમેજ કંટ્રોલ થવાનો અહેસાસ થયો છે. જેથી દિગ્ગજ નેતાઓને કોઈને કોઈ પદ આપી દેવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભાજપ પક્ષ દ્વારા પ્રદેશ કારોબારીમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના પૂર્વ ચેરમેન અશોક ભાવસાર પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા પ્રવીણ પટેલ તેમજ હાલના મેયર રીટા પટેલ સહિત આઠ લોકોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે.

મનપાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની દહેશત વર્તાતી જોવા મળતા ભાજપ પ્રદેશ કાર્યાલય એક્શન મોડમાં આવી
મનપાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની દહેશત વર્તાતી જોવા મળતા ભાજપ પ્રદેશ કાર્યાલય એક્શન મોડમાં આવી

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની દહેશત વર્તાતી જોવા મળતા ભાજપ પ્રદેશ કાર્યાલય એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગર મેયરના પતિ કેતન પટેલ શહેરમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હોવાથી અને તેમને જ ટિકિટ નહીં આપવાથી મનપાની ચૂંટણીમાં મોટું નુકસાન થવાની ગંધ આવી જતાં ભાજપે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે મેયરનો પણ પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરી રોષ ઠારવાનો નિરર્થક કહી શકાય એવો પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો