કોરોનામુક્ત:મહિનાથી એક પણ કેસ ન આવતાં સિવિલમાં કોરોના વોર્ડ બંધ કરાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હૉસ્પિટલનો છેલ્લો કોરોના વોર્ડ હાલ પૂરતો બંધ કરી દેવાયો. - Divya Bhaskar
સિવિલ હૉસ્પિટલનો છેલ્લો કોરોના વોર્ડ હાલ પૂરતો બંધ કરી દેવાયો.
  • બીજી લહેરમાં કેસ વધતાં તમામ 8 માળમાં કોરોના વોર્ડ બનાવાયા હતા
  • ગાંધીનગર​​​​​​​ સિવિલ હૉસ્પિટલની ફિવર ઓપીડીમાં પણ દર્દીઓ ઘટ્યા, બેડ ખાલી

કોરોનાના મંદ પડેલા સંક્રમણને પગલે સિવિલ હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં 1 મહિનાથી એક પણ દર્દી દાખલ કરાયો નથી, જેને પરિણામે હાલ પૂરતો વોર્ડ બંધ કરાયો છે. હૉસ્પિટલમાં ઊભી કરાયેલી ફિવર ઓપીડીમાં પણ દર્દીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. ઉપરાંત ઓપીડીના બેડ પણ ખાલી જોવા મળી રહ્યા છે.

દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીની પ્રથમ લહેર ઓછી ઘાતક રહી હતી પરંતુ કોરોનાની બીજી લહેરની પ્રાણઘાતક સ્થિતિ લોકોના મનમાંથી દૂર થઇ નથી. જોકે કોરોનાની બીજી લહેરમાં ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના આઠેય મજલામાં કોવિડ વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ હાલમાં સંક્રમણ મંદ પડતાં કેસમાં નીલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આથી કોરોના માટે રાખેલો એક વોર્ડ પણ બંધ કર્યો છે.

જુલાઈ-ઑગસ્ટમાં કુલ 33 કેસ
જુલાઈ માસમાં કુલ 27 કેસ નોંધાયા હતા જ્યારે 3 દર્દીનાં મોત અને 61 દર્દી કોરોનામુક્ત થયા હતા. ઑગસ્ટ માસમાં માત્ર 6 કેસ નોંધાયા અને એક પણ દર્દીનું મોત થયું નથી જ્યારે 3 દર્દી સાજા થયા હતા.

ફિવર ઓપીડીમાં દસેક દર્દી આવે છે

હૉસ્પિટલના નવા બિલ્ડિંગની નીચે ઊભી કરાયેલી ફિવર ઓપીડીમાં એકાદ મહિનાથી રોજના 10થી 15 કેસ જ આવે છે. તેમાંથી કોરોનાનાં લક્ષણવાળા દસથી બાર દિવસે માંડ એકાદ કેસ આવે છે. તેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવતાં તે નેગેટિવ આવતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...