તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે નવા 1 કેસ સામે 13 દર્દી સ્વસ્થ થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 9857 લોકોનું રસીકરણ કરવામા આવ્યું
  • ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલે માત્ર સાત સ્થળે જ રસીકરણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનો માત્ર 1 કેસ દફતરે નોંધાયા છે. ત્યારે 13 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે. જેમાં આજે ગ્રામ્ય વિસ્તાર એકપણ કેસ નોંધાયો નથી.અને સેકટર 4 માંથી 1 કેસ કોરોનાનો મળી આવ્યો છે. ત્યારે રસીકરણના મહાઅભિયાન અંતર્ગત આજે 90 સેન્ટરો પરથી 9 હજાર 857 લાભાર્થીને ટીકા કરણ કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલે માત્ર સાત સ્થળોએ કોરોના રસી કરણ કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર આજે કોરોના મુકત થવાની સાથે 7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે કોર્પોરેશન વિસ્તારના સેકટર 4 માંથી 1 કોરોના કેસની સામે 6 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 9857 લાભાર્થીને 90 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 3 લાખ 40 હજાર 583 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 96 હજાર 215 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

ત્યારે આવતીકાલે 25મી જૂન, 2021ના રોજ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર સાત સ્થળો પર જ રસીકરણ કાર્યક્રમ યોજાશે. આ સાત કેન્દ્રો પર 18 વર્ષથી ઉપરના નાગરિકોને રસીકરણ કરવામાં આવશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે રક્ષણ આપતી અમોધ શસ્ત્ર એવી કોરોનાની રસીકરણ ની કામગીરી ગાંધીનગર જિલ્લામાં હાલમાં કાર્યરત છે જેમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવે છે.

આવતીકાલે 25 જૂન, 2021 ના શુક્રવારના રોજ ગાંધીનગર જિલ્લામાં અર્બન માણસા, અર્બન દહેગામ, અર્બન કલોલ 1, અર્બન કલોલ 2, સી.એચ.સી કલોલ, અંકિત વિધાલય, કલોલ અને ESIC કલોલ એમ કુલ સાત સ્થળો પર જ રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે. આ સિવાય અન્ય કોઈ સ્થળો એ રસીકરણ સેશન ની કામગીરી કરવામાં આવશે નહીં જેની ગ્રામજનોએ નોંધ લેવા તેમજ સહકાર આપવા માટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...