તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ નહીં

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4507 લોકોનું રસીકરણ કરવામા આવ્યું

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કોરોનાનો એકપણ કેસ દફતરે નોંધાયો નથી ગઈકાલ ની જેમ આજે પણ જિલ્લામાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જ્યારે આજે 40 સેન્ટરો પરથી 4 હજાર 507 લાભાર્થીને ટીકાકરણ કરવામાં આવ્યું છે.

આજે જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાંથી છેલ્લા 48 કલાક દરમિયાન એક પણ કોરોનાનો કેસ દફતરે નોંધાવવા પામ્યો નથી, સતત બીજા દિવસે પણ ગાંધીનગર જિલ્લો કોરોનામુકત રહેતા ગાંધીનગર માટે રાહત સમાચાર છે. જેની સામે ગઈકાલની જેમ આજે પણ જિલ્લામાંથી એક પણ દર્દીએ કોરોનાથી મુક્તિ મેળવી નથી.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 56 કોરોના દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જ્યારે 169 દર્દીઓ હોમ કોરોન્ટઈનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 9 હજાર 644 દર્દીઓ કોરોનાથી મુકત થઇ ચૂક્યા છે.

બીજી તરફ ગઈકાલથી પ્રારંભ થયેલી વેક્સિનેશન ની કામગીરીમાં 5 સેન્ટરો નો વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં આજે 4507 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 5 લાખ 18 હજાર લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 1 લાખ 11 હજાર 107 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...