તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ડર:કોરોનાના વધતા જતા કેસને પગલે લોકોમાં માનસિક સ્ટ્રેસ પણ વધ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામાન્ય શરદી કે તાવ હોય તો પણ કોરોના થયો હોવાનો લોકોમાં ડર
  • સેનેટાઇઝરથી વારંવાર હાથ સાફ કરૂ છું એટલે મને કોરોના થશે કે નહી તેવો માનસિક ડર સહિતના પ્રશ્નો આવતા હોવાનું મનોચિકિત્સકે જણાવ્યું છે

અમે પરિવારના તમામ સભ્યો સંક્રમિત થયા હોવાથી અમને કોણ મદદ કરશે. સામાન્ય તાવ અને શરદી થાય તો મને કોરોના થયો તો નહી હોય સહિતના માનસિક ડર લોકોને સતાવી રહ્યો છે. ઉપરાંત સેનેટાઇજરથી વારંવાર હાથ સાફ કરૂ છું એટલે મને કોરોના થશે નહી સહિતના પ્રશ્નો આવતા હોવાનું મનોચિકિત્સકે જણાવ્યું છે.

લોકોમાં વધતા જતા માનસિક ડરને દુર કરવા માટે મેન્ટલ હેલ્થ હેલ્પલાઇનો શરૂ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ, ઇન્ડિયન સાયકાટ્રીક સોસાયટી ગુજરાત બ્રાન્ચ દ્વારા કાઉન્સિલીંગ સેન્ટરો શરૂ કર્યા છે. તેમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજના સાયકાટ્રીક વિભાગના ડો.ચિંતનભાઇ સોલંકીને પુછતા જણાવ્યું છે કે કોરોનાની મહામારીમાં લોકોની માનસિક બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં એક જ પરિવારમાં તમામ વ્યક્તિઓ સંક્રમિત થયા હોવાથી અમને કોણ મદદ કરશે તેવા પ્રશ્નો આવી રહ્યા છે.

હું થોડી થોડી વારે સેનેટાઇઝરથી હાથ સાફ કરૂ છું. એટલે મને કોરોના થશે નહી તેવો માનસિક ડર લોકોને સતાવી રહ્યો હોય તેમ પુછવામાં આવતા પ્રશ્નો પરથી લાગી રહ્યું છે. કોવિડથી પરિવારના સભ્યના મોતથી મને ય કોરોના થશે અને હું પણ મરી જઇશ. મને કોરોનાની સામાન્ય અસર છે જો વધી જશે અને મને હોસ્પિટલમાં દાખલ થવા નહી મળે તો હું મરી જઇશ. કોરોનાના કારણે રાત્રી ઉંઘ નહી આવવી સહિતના પ્રશ્નો વિશેષ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...