તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીમાં ગ્રહણ લાગશે?:ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પણ રદ થાય તેવી શક્યતા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં ચાલી રહેલો ચૂંટણી પ્રચાર પુરજોશમાં - Divya Bhaskar
ગાંધીનગરમાં ચાલી રહેલો ચૂંટણી પ્રચાર પુરજોશમાં
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ વડાપ્રધાનને પત્ર લખીને આંશિક લૉકડાઉન લગાવવાની માંગ કરી
  • ડોકટરો અને વેપારીઓ પણ રાજ્યમાં લોકડાઉન લગાવવાની તરફેણમાં

રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે ડોકટરો અને વેપારીઓ અને મેડિક એસોસિએશને પણ લોકડાઉન લગાવવાની તરફેણ કરી છે. હવે હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ત્યારે હાઈકોર્ટના અવલોકનને પગલે હવે રાજ્યમાં મોરવા હડફ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી અને ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણી પણ રદ થાય તેવી શક્યતાઓ છે.

17 અને 18મી એપ્રિલે રાજ્યમાં ચૂંટણી યોજાશે
રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના કેસો વધતાં સરકારે સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દીધું છે તેમજ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું છે. એ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ પણ લાદી દીધો છે. સંક્રમણને રોકવા માટે સરકારે શનિવાર અને રવિવારે મોલ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરી દીધાં છે. કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓ પણ ધંધારોજગારને લઈને પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સરકારે ચૂંટણી યોજવા મુદ્દે મૌન સેવ્યું છે. આગામી 17 એપ્રિલના રોજ મોરવાહડફની પેટાચૂંટણી તથા 18 એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. હાલ બંને ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરમાં હાલમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે
ગાંધીનગરમાં હાલમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે

ચૂંટણી પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે
રેલીઓ અને સભામાં કોરોના ગાઈડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. અનેક નેતાઓ માસ્ક વગર સભામાં જોવા મળ્યા હતા. આ મુદ્દે લોકોમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે જો સરકાર, કોરોનાવાયરસને કારણે પરીક્ષાઓની તારીખ બદલી શકે છે તો ચૂંટણીની તારીખ કેમ નહિ?આ પરિસ્થિતિમાં ગાંધીનગરના નાગરિકોએ ચૂંટણીની તારીખો બદલવા માટે અપીલ પણ કરી હતી. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ગાંધીનગર મનપાની ચુંટણીનો વિરોધ કર્યો હતો છતાંય સરકારના પેટનું પાણી હાલ્યું નથી.

ડોક્ટરો અને વેપારીઓએ પણ રાજ્યમાં લોકડાઉનની તરફેણ કરી ( ફાઈલ ફોટો)
ડોક્ટરો અને વેપારીઓએ પણ રાજ્યમાં લોકડાઉનની તરફેણ કરી ( ફાઈલ ફોટો)

શહેરમાં શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ
ગુજરાતમાં મોટા ભાગના એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે, ખાસ કરીને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂને કારણે વિપરીત અસર પડી છે. એમાં વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ, એટલે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને એની સાઇકલ તૂટી શકે.

રાજ્યમાં હાલમાં કોરોનાના કેસો વધવાથી ગંભીર સ્થિતિ
રાજ્યમાં હાલમાં કોરોનાના કેસો વધવાથી ગંભીર સ્થિતિ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણની હવે કોઈ મર્યાદા રહી નથી. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન મોદીને મહામારીને લઈને સ્ફોટક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા એસોસિએશને આંશિક લૉકડાઉન લગાવવાની માંગ કરી છે. તે ઉપરાંત 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

રાજકીય પક્ષોએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરવી પડશે
કોરોનાની વણસેલી સ્થિતિને પગલે હાઈકોર્ટે કરેલા નિર્દેશ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે મોડી રાત્રે કેટલીક જાહેરાત કરી હતી. તે પ્રમાણે 30 એપ્રિલ સુધી મેળાવડા અને રાજકીય સમારંભો બંધ રાખવામાં આવશે. ઉપરાંત, કોઈ પણ કાર્યક્રમમાં માત્ર 50 વ્યક્તિની હાજરી જ રાખી શકાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને તેમણે કહ્યું હતું કે ગાંધીનગરમાં ચૂંટણીપંચે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે રાજકીય પક્ષોએ પ્રચાર કરવાનો રહેશે.

કોરોનાની ગાઇડલાઇનના કડક અમલીકરણ માટે ચૂંટણી અધિકારીઓને સૂચના અપાઈ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના પ્રચારથી લઇને મતદાન સુધીની પ્રક્રિયામાં પંચે જારી કરેલી કોરોના ગાઇડલાઇનના કડક અમલીકરણ માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. 6 મહાનગરોની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણી કરતા પણ વધુ કડક અમલ ગાંધીનગર મહાનગરપાલિકામાં કરાશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો