તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવક વધી:કોરોનાના કેસ ઘટતા ST ડેપોની દરરોજની 1.50 લાખ આવક વધી

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં ડેપોને રોજની આવક 2.50 લાખની આવક

કોરોનાની બીજી લહેરના કેસ ઘટતા જ તેની સીધી અસર એસ ટી ડેપોની આવક ઉપર જોવા મળી છે. અગાઉ દરરોજની 2.50 લાખની આવકની સામે હાલમાં 4 લાખની આવક થઇ રહી છે. આથી દરરોજની આવકમાં 1.50 લાખનો વધારો થતાં કોરોનાકાળમાં એસ ટી નિગમને આર્થિક સહારો મળશે.

કોરોનાની બીજી લહેરમાં શહેરોમાં કરફ્યુની અમલવારીની સાથે સાથે બસોમાં મર્યાદિત મુસાફરો બેસાડવામાં આવતા હતા. જેની સીધી અસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવક ઉપર પડી હતી. મર્યાદિત સંખ્યામાં મુસાફરો બેસાડવાના તેમજ સવારે 6થી સાંજના 6-30 વાગ્યા સુધી એસ ટી બસો દોડાવવામાં આવતી હતી. જ્યારે રાત્રીના 8થી સવારના 6 કલાક સુધી કરફ્યુના કારણે એસ ટી સેવાને રાત્રી દરમિયાન બંધ કરવામાં આવી હતી. આથી તેની સીધી અસર એસ ટી નિગમની આવક ઉપર પડી હતી. ઉપરાંત કોરોનાનું સંક્રમણ થાય નહી તે માટે એસ ટી બસોમાં માત્ર 50 ટકા મુસાફરોને બેસાડવાનો નિયમ હોવાથી બસો દોડવા છતાં આવકમાં 50 ટકાનો ઘટાડો આ રીતે થતો હતો. આથી ગાંધીનગર એસ ટી ડેપોની દરરોજની આવક શરૂઆતમાં રૂપિયા 1.50 લાખની થતી હતી.

ત્યારબાદ કોરોનાના કેસ ઘટ્યા તેમ તેમ રાત્રી કરફ્યુ હળવો કરવામાં આવતા ડેપોની દરરોજની આવક રૂપિયા 2થી રૂપિયા 2.50 લાખ આવતી હતી. ઉપરાંત ડેપો દ્વારા મર્યાદિત ટ્રીપોનું સંચાલન કરવાનું હોવાથી દરરોજ 80થી 100 ટ્્રીપો દોડાવવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં ડેપોની દરરોજની આવક રૂપિયા 5.50 લાખ આવતી હતી. જ્યારે હાલમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને પગલે એસ ટી બસોમાં મર્યાદિત મુસાફરો બેસાડવાના નિયમને થોડો હળવો કરવામાં આવ્યો છે. આથી હાલમાં ડેપોમાંથી દરરોજની 641 ટ્રીપો દોડાવવામાં આવતા હાલમાં દરરોજની આવક રૂપિયા 4 લાખથી વધુ આવી રહી છે. જે કોરોનાકાળમાં આર્થિક માર સહન કરી રહેલા એસ ટી નિગમને આંશિક રીતે આવકમાં રાહત જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...