શિક્ષણ વિભાગનો આદેશ:કોરોનાના કેસ વધતાં વિજ્ઞાન અને ગણિતનું પ્રદર્શન ઓનલાઇન

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદર્શન 15 ફેબ્રુ.સુધી પુરા કરવા આદેશ

કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આગામી તારીખ 30મી, જાન્યુઆરી-2022 સુધી શાળાઓ બંધ છે. તેમ છતાં ઓનલાઇન ગણિત-વજ્ઞાન પર્યાવરણનું પ્રદર્શન યોજવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જોકે સીઆરસી, બીઆરસી અને એસવીએસ કક્ષાનું પ્રદર્શન આગામી તારીખ 15મી, ફેબ્રુઆરી-2022 સુધીમાં પૂર્ણ કરવાનો ઉલ્લેખમાં આદેશમાં કર્યો છે.

રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થતાં જ બાળકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ-1થી 9 શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંદ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં રસ અને રૂચી વધે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જોકે છેલ્લા 22 માસથી કોરોનાની મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી ઓનલાઇન પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હતું. જોકે બીજી લહેર બાદ સંક્રમણ મંદ પડતા ચાલુ વર્ષે ઓફલાઇન ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન યોજાશે તેવી આશા હતી.

પરંતુ હાલમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ પાંચ ગણી ઝડપે વધી રહ્યું છે. આથી ચાલુ વર્ષે પણ ઓનલાઇન મોડ ઉપર ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન યોજવાનો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. ઓનલાઇન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની રજુઆત સાથેનો 10 મિનિટનો વિડિયો તૈયાર કરાવી નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરાવીને પરિણામ તૈયાર કરવાનું રહેશે. પ્રદર્શન માટે શિક્ષણ વિભાગે પ્રત્યેક વ્યક્તિ દિઠ રૂપિયા 300 એક દિવસની ફાળવવામાં આવી છે. ઉપરાંત સીઆરસી કક્ષાના પ્રદર્શનમાં મહત્તમ રૂપિયા 1200 સુધીનો ખર્ચ કરવાનો રહેશે. નિર્ણાયક તરીકે સીઆરસી કક્ષાએ બે, બીઆરસી અને એસવીએસ કક્ષાએ વિભાગ દીઠ બે નિર્ણાયકો રાખવાના રહેશે તેવો ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...