તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા નેવે મૂકી:કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સિજન ફ્લો મીટરના ભાવમાં 4 ગણો વધારો

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂ.1200માં મળતું ફ્લો મીટર હાલમાં રૂ. 5000માં વેચાઈ રહ્યું છે

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે લોકોને ઓક્સિજનની જરૂરિયાત પણ વધુ પડી રહી છે. પરંતુ તેની સાથે સાથે ઓક્સિજનની બોટલ પર લગાવવાના ફ્લો મીટરની ડિમાન્ડ પણ હાલ વધી ગઈ છે. ત્યારે વેપારીઓ તેનો લાભ લઈ ઊંચ ભાવ વસૂલી રહ્યાં છે. સામાન્ય દિવસોમાં જે ફ્લો મીટર રૂ.1200માં વેચાઈ રહ્યું હતું, તેજ ફ્લો મીટર હાલમાં રૂ.5000માં વેચાઈ રહ્યું છે. કોરોનાની આવી કપરી સ્થિતિમાં પણ લોકો રૂપિયા કમાવવા માટે માનવતા નેવે મૂકી દીધી છે.

હાલના સમયમાં કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાંથી 80 ટકા લોકોને ઓક્સિજનની જરૂર પડી રહી છે. ત્યારે ઘાતક બનેલી કોરોનાની સ્થિતિને પગલે હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ પણ મળી રહ્યાં નથી. ઉપરાંત લોકો મોં માંગ્યા રૂપિયા આપવા છતાં તેમને ઓક્સિજનની બોટલ મળી રહી નથી. ત્યારે ઓક્સિજનની બોટલ પર લગાવવામાં આવતું ઓક્સિજન ફ્લો મીટરની માંગ પણ વધી છે.

ફ્લો મીટર માટે રોજ10 જેટલા કોલ આવે છે
સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી જુસિકા સંસ્થાના કાર્યકર હિતેષ રાવલને પુછતા જણાવ્યું છે કે હાલમાં ઓક્સિજન ફ્લો મીટરની દિવસમાં દસ જેટલા કોલ આવે છે.

બજારમાં ઓક્સિજન ફ્લો મીટર મળતા નથી
ઓક્સિજન ફ્લો મીટરનું વેચાણ સામાન્ય રીતે મેડિકલ સ્ટોર્સમાં થતું હોય છે. જોકે હાલમાં ડિમાન્ડ એટલી બધી છે કે નગરના મેડિકલ સ્ટોર્સની દુકાનોમાં પણ ઓક્સિજન ફ્લો મીટર પણ મળતા નથી. ત્યારે તેનો 4 ગણો ભાવ લેવમાં આવી રહ્યો છે. જો કે, હાલ કેસ વધતાં ઓક્સિજનની માંગ પણ વધી છે. ત્યારે બજારમાં ફ્લો મીટરનો સ્ટોક ઓછો મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો