તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ ઘટ્યું:ગાંધીનગર શહેર-જિલ્લામાં બીજા દિવસે કોરોના ‘ઝીરો’

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 જુલાઈએ જિલ્લામાં એક પણ કેસ નહોતો

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાની મહામારીમાં 1 જુલાઈના રોજ 405 દિવસ પછી મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. ત્યારે આ જ પખડવાયીમાં સતત બે દિવસથી ઝીરો કેસ નોંધાઈ રહ્યાં છે. જે ગાંધીનગર માટે રાહતના સમાચાર કહેવાય. મનપા વિસ્તારમાં બુધવારે 2 દર્દીઓને રજા અપાઈ હતી. તો ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયો ન હતો.

ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં દાખલ દર્દીઓ 52 છે. તેમજ 144 વ્યક્તિઓ હોમ કવોરોન્ટાઇલ છે. કોરોના સામેના રક્ષા કવચની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી રસીના કુલ 5,33,101 ડોઝ અપાયા છે, જેમાં 4,18,545 લાભાર્થીને પ્રથમ ડોઝ અને 1,14,556 લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાની રસીના કુલ 3,32,556 ડોઝ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...