તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:ભાટની કનોરિયા, અડાલજની આઈકોન અને સે-26ની સરમાઉન્ટમાં કોરોનાની સારવાર થશે

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેર તથા જિલ્લામાં જીવલેણ રોગ કોરોનાના કેસોની સંખ્યા વધતી હોવાથી કોરોનાની સારવાર માટે વધુ 3 હૉસ્પિટલોને ડેઝિગ્નેટ કરાઈ છે. કલેક્ટર કુલદીપ આર્યે ભાટની કનોરિયા હૉસ્પિટલને 40 બેડ, સેક્ટર-26ની સરમાઉન્ટ હૉસ્પિટલને 18 અને અડાલજમાં શ્રીજી એવન્યુસ્થિત આઈકોન હૉસ્પિટલને 11 બેડ સાથે મંજૂરી આપી છે. જેમાં સેગમેન્ટ-1માં આવતી આઈકોનમાં આઈસીયુની ફેસિલિટી નથી. જેમાં બેડના પ્રતિ દિવસના ચાર્જમાં મહત્તમ વોર્ડમાં 5700 અને એચડીયુમાં 8075 રૂપિયા નક્કી કરાયા છે. જ્યારે સેગમેન્ટ-2માં આવતી કનોરિયા અને સરમાઉન્ટ માટે બેડના પ્રતિ દિવસના ચાર્જમાં મહત્તમ રૂપિયા નક્કી કરાયા છે. જેમાં વોર્ડમાં 6 હજાર, એચડીયુમાં 8500, આઈસોલેશન-આઈસીયુ માટે 14500 અને વેન્ટિલેશન-આઈસોલેશન-આઈસીયુ માટે 19 હજારથી વધુનો ચાર્જ લઈ શકાશે નહીં.

ત્રણેય હોસ્પિટલોમાં 1 દિવસના ચાર્જમાં 2 ટાઈમનું જમાવનું, 2 ટાઈમ નાસ્તો, પીપીઈ કીટ, માસ્ક, રૂટિન મેડિશીન, રૂમચાર્જ અને નર્સિંગ ચાર્જનો સમાવેશ થઈ જાય છે. જ્યારે ટોસિલિઝુમેબ કે રેમડેસિવિર જેવા ઈન્જેક્શન, અમુક હાઈ ડોઝની દવાઓ, સ્પેશિયલ ડોક્ટર વિઝિટ, લેબોરેટરી, ડાયલિસિસ માટે અલગથી ચાર્જ ચુકવવાનો રહેશે.મહત્ત્વનું છે કે અત્યારની સ્થિતિએ જિલ્લામાં ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલ સહિતની 9 હૉસ્પિટલમાં કુલ 915 બેડ છે, તેમાંથી 587 ભરેલા જ્યારે 387 બેડ ખાલી છે. ઉપરાંત, સિવિલના 70 સહિત જિલ્લાની અન્ય 9 હૉસ્પિટલમાં કુલ 126 આઈસીયુ બેડની સુવિધા છે, તેમાંથી 33 બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...