તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આત્મનિર્ભર’ ગુજરાત:હવે રાજ્યમાં જ કોરોનાના વેરિયન્ટની ચકાસણી થશે, એકેય સેમ્પલ પૂણે કે અન્ય સ્થળે નહીં મોકલાય

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દર મહિને 1000 સેમ્પલ ચકાસાશે : ક્ષમતા વધશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હોવાની પુષ્ટિ થઇ છે. જો કે આ વાઇરસના વેરિઅન્ટની ચકાસણી માટે સુવિધા ઉપલબ્ધ ન હોવાથી એપ્રિલમાં લેવાયેલાં સેમ્પલ્સના પરિણામો જૂન મહિનાના અંતે મળ્યાં. પરંતુ હવે ગુજરાતમાં જ કોરોના વાઇરસના બંધારણ અંગેના તેના વેરિઅન્ટની ચકાસણીની સુવિધા ઊભી કરાઇ છે.

સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટર (GBRC) થકી આ વ્યવસ્થા ઊભી કરી છે. હવે ડેલ્ટા કે કોઇપણ પ્રકારના વેરિઅન્ટની ચકાસણી રાજ્યામાં જ થશે. અગાઉ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં મોકલાતા હતાં. હવે GBRCમાં જ પ્રતિમાસ 1 હજાર સેમ્પલ ચકાસશે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત અન્ય કેટલીક બાયોટેકનોલોજી રીસર્ચ કંપનીઓ સાથે આ માટે કરાર કર્યાં છે. જેમાંથી ક્ષમતા પણ વધશે.

GBRCનું રસી માટે પણ 2 કંપનીઓ સાથે શેરિંગ
સરકારની GBRC ગુજરાતની 2 કંપની હેસ્ટર બાયોસાયન્સિસ અને ઓમ્નીબ્રેક્સ સાથે રસી વિકસાવવા કામ કરી રહી છે. ભારત બાયોટેકની કોવેક્સિન રસીના નિર્માણ માટે ટેક્નોલોજી શેરિંગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...