તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના વધતા જતાં કેસને પગલે વેક્સિનેશનની કામગીરી સઘન કરવા રસીકરણ કેન્દ્રો વધાર્યા છે. ઉપરાંત હવે એપ્રિલ માસમાં ગેઝેટેડ રજાઓ સહિત તમામ દિવસોમાં રસીકરણની કામગીરી હાથ ધરવાના આરોગ્ય વિભાગના આદેશથી આરોગ્ય કર્મીમાં નારાજગી જોવા મળી રહી છે.
રાજ્યમાં ગત માર્ચ માસથી કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને પગલે હાલમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટરો ભરચક બન્યા છે. ત્યારે કોરોનાના વધતા જતાં કેસની સાથે-સાથે વેક્સિનેશન કામગીરી પણ સઘન કરાઈ રહી છે. વધુને વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટે વેક્સિનેશન સેન્ટરો પણ વધારવાની સાથે સાથે વેક્સિન આપવાનો સમય પણ રાત્રીના 8 કલાક સુધી કરાયો છે. તેમ છતાં વેક્સિનેશનની કામગીરી હજુય ઓછી થઇ રહી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના(પ.ક.)ના અધિક નિયામક ડો.નિલમ પટેલે આદેશ કર્યો છે કે, વેક્સિનેશનની કામગીરી વધુ અસરકારક અને વધુને વધુ લોકો લે તે માટે એપ્રિલ માસના તમામ દિવસોમાં વેક્સિન અપાશે.
વેક્સિનેશનની કામગીરીથી કર્મીઓમાં રોષ
એપ્રિલમાં તમામ દિવસોમાં વેક્સિનેશનની કામગીરી કરવાના આરોગ્ય વિભાગના આદેશથી કર્મીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. સપ્તાહમાં એકપણ રજા નહીં આપવાથી માનસિક,શારિરીક અસર થશે તેમ કર્મીએ જણાવ્યું છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.