તપાસ:કુડાસણના વૃદ્ધના પત્ની અને પુત્ર તેમજ શિક્ષિકાના પતિને કોરોના

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીનોમ સિક્વસિન્સની તપાસ માટે ત્રણેય દર્દીના નમૂના મોકલાયા

કુડાસણમાંથી સોમવારે કોરોનાના વધુ ત્રણ કેસ મળી આવ્યા છે. તેમાં ગત રવિવારે સંક્રમિત થયેલા વૃદ્ધની 61 વર્ષીય પત્ની અને 32 વર્ષીય પૂત્રનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક કેસ શિક્ષિકાના 48 વર્ષીય પતિ કોરોનામાં સપડાતા એક્ટિવ કેસનો આંકડો 17એ પહોંચ્યો છે. જ્યારે વધુ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે.

જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને જોતા બીજી લહેર જેવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા ખુદ આરોગ્ય તંત્રએ વ્યક્ત કરી છે. જોકે તેની પાછળ લોકો મેળાવડા, સમારંભોમાં કે બજારમાં જતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી. ઉપરાંત સામાજિક અંતર પણ જાળવતા નહી હોવાથી કોરોનાનું સંક્રમણ આગામી સમયમાં રોકેટગતિએ વધવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે સોમવારે જિલ્લાના મનપા વિસ્તારમાંથી વધુ ત્રણ કેસ મળી આવ્યા છે.

જિલ્લમાં મળી આવેલા ત્રણ કેસ અંગે મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ ગત શનિવારે કુડાસણ રહેતી શિક્ષિકાના 48 વર્ષીય પતિ સંક્રમિત થયા છે. તેઓ બેન્કમાં નોકરી કરતા હોવાથી તેમના સંપર્કવાળાના સેમ્પલ લેવામાં આવશે. જ્યારે બાકીના બે કેસમાં ગત રવિવારે સંક્રમિત થયેલા કુડાસણના વૃદ્ધના 61 વર્ષીય પત્ની અને 32 વર્ષીય પૂત્રનો સમાવેશ થાય છે. વૃદ્ધનો પૂત્ર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરંતુ હાલમાં વર્ક ફ્રોમ હોમ કામગીરી કરી રહ્યો છે. જોકે સંક્રમિત થયેલી ત્રણેય વ્યક્તિઓએ રસીના બન્ને ડોઝ લીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં રવિવારે જ લંડનથી આવેલા એક કિશોરને ઓમીક્રોન પોઝિટિવ આવતા અને બીજી તરફ સોમવારે પણ જિલ્લામાંથી કોરોનાના વધુ 3 કેસ બહાર આવતા હાલમાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. તેથી જિલ્લાના તેમજ ગાંધીનગરમાં રહેતા લોકોને કોરોના સામે સતત સાવચેત રહેવા અને ગાઈડલાઈનનું પાલન કરવા ખાસ અપીલ કરાઈ છે.

જિલ્લાના 3708 લોકોએ રસી લીધી
જિલ્લાના વધુ 3708 વ્યક્તિઓએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારના 1173 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે 2535 લાભાર્થીઓ જિલ્લાના 286 ગામોના છે. જોકે હર ઘર દસ્તક અંતર્ગત આરોગ્ય તંત્ર દ્વારા લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...