કોરોના અપડેટ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 43 દિવસ બાદ અડાલજના વૃદ્ધ દપંતીને કોરોના

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ થકી હાલમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બુધવારે મનપાની આરોગ્ય ટીમે જુના કોબામાં રહેતા 100 વર્ષીય બાલુબેન ઠાકોરને રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. - Divya Bhaskar
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ થકી હાલમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બુધવારે મનપાની આરોગ્ય ટીમે જુના કોબામાં રહેતા 100 વર્ષીય બાલુબેન ઠાકોરને રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે.
  • અડાલજ ખાતે યોજાયેલા દાદા ભગવાન સંત્સગ કાર્યક્રમમાં 3 દિવસ ગયા હતા

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગત 12 ઓક્ટોબરેઅડાલજનો યુવાન સંક્રમિત થયો હતો. ત્યારબાદ છેલ્લા 43 દિવસ પછી પુન: અડાલજમાં રહેતા વૃદ્ધ દપંતી કોરોનાથી સંક્રમિત થયા છે. દપંતીએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે તેમના સંપર્કવાળા પરિવારની બે વ્યક્તિઓના સેમ્પલ લેવાયા છે.

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ અડાલજમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ અને 53 વર્ષીય વૃદ્ધા અડાલજ ખાતેના દાદા ભગવાન ખાતે ચાલતા સત્સંગ કાર્યક્રમમાં સતત ત્રણ દિવસ ભાગ લીધો હતો. ત્યારબાદ વૃદ્ધ દપંતીને શરદી અને તાવની બિમારી થતાં તેઓનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી વૃદ્ધ દપંતિએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે વૃદ્ધ દપંતિના સંપર્કમાં આવેલી બે વ્યક્તિઓના સેમ્પલ લઇને ટેસ્ટીંગ માટે મોકલી અપાયા છે. ગ્રામ્યમાંથી વધુ બે કેસ મળી આવતા જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 6 ઉપર પહોંચ્યો છે.

જિલ્લામાં વધુ 12780 લોકોએ રસી લીધી
હર ઘર દસ્તક અંતર્ગત ડોર ટુ ડોર રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બુધવારે જિલ્લાના 12780 લાભાર્થીઓને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપ્યો છે. તેમાં જિલ્લાના 286 ગામોમાંથી 11440 લાભાર્થીઓને રસી આપી છે. જ્યારે મનપા વિસ્તારમાંથી 1340 લાભાર્થીઓને રસી અપાયાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...