કોરોના અપડેટ:કુડાસણની શિક્ષિકાને કોરોના : કુલ કેસ 14

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તલોદ તાલુકાની શાળામાં ફરજ બજાવે છે

ગત શુક્રવારે જિલ્લામાંથી એકપણ કોરોનાનો કેસ નહી નોંધાયા બાદ શનિવારે કુડાસણમાં રહેતી શિક્ષિકાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિક્ષિકા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની એક શાળામાં ફરજ બજાવે છે. શિક્ષિકાના સંપર્કવાળા ચાર વ્યક્તિઓના ટેસ્ટીંગ કરાયા છે.

ચાલુ માસમાં જિલ્લામાં માત્ર 18 જ દિવસમાં કોરોનાના કુલ-22 કેસ નોંધાયા છે. આથી જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 14એ પહોંચ્યો છે. તંત્રના જણાવ્યા મુજબ કુડાસણ રહેતા અને તલોદ તાલુકાની એક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શિક્ષિકાને તાવ અને શરદીની બિમારીમાં આરામ નહી થતાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા મનપાના આરોગ્યની ટીમે શિક્ષિકાના સંપર્કમાં આવેલી ચાર વ્યક્તિના કોવિડ ટેસ્ટીંગ માટે સેમ્પલ લેવાયા છે. જોકે શિક્ષિકાએ રસીના બન્ને ડોઝ લીધા છે. ઉપરાંત મહિલાએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે.

આ ઉપરાંત જિ્હલલામાં ઘર ઘર દસ્તકના ભાગરૂપે વેક્સિનની કામગીરીને પગલે શનિવારે જિલ્લાની 4282 વ્યક્તિઓએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 1614 લાભાર્થીએ રસી લીધી છે. જ્યારે જિલ્લાના 286 ગામોમાંથી 2668 લાભાર્થીઓએ ડોઝ લીધોછે.

અન્ય સમાચારો પણ છે...