હરિદ્વાર અને છત્તીસગઢ ફરવા ગયેલા ત્રણ વ્યક્તિઓ કોરોનાનાં સપડાઇ છે. જ્યારે સામાજિક કામે અમદાવાદ ગયેલા ખોરજના બે વ્યક્તિઓનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
કોરોનાની ત્રીજી લહેર પછી મંદ પડેલા કોરોનાને જતો રહ્યો સમજીને લોકો ઉનાળા વેકેશનમાં મનમૂકીને ફરવા નિકળી પડ્યા હતા. જોકે કોરોનાના મંદ પડ્યો છે પરંતુ જતો રહ્યો નથી તેવી માનસિક સમજ પણ રાખ્યા વિના લોકો કોવિડની ગાઇડ લાઇનના પાલન વિના બિન્દાસ બનીને હરી ફરીને કોરોનાને પણ સાથે લઇને આવી રહ્યા છે. જેને પરિણામ સુષુપ્ત અવસ્થામાં રહેલો કોરોનાએ આળસ મરડી હોય તેમ બુધવારે નોંધાયેલા પાંચ કેસ પરથી લાગી રહ્યું છે. જોકે ઉનાળા વેકેશનમાં લોકો ફરવા નિકળી ગયા હતા તેના પરથી આરોગ્ય વિભાગે કોરોનાના કેસ વધવાની ચેતાવણી આપી હતી.
મનપાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હરીદ્વારા ફરવા ગયેલા સેક્ટર-30ના 52 વર્ષીય આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા હોવાનું બહાર આવ્યુ છે. જ્યારે છત્તીસગઢના રાયપુર ખાતે ફરવા ગયેલા કોટેશ્વરની 28 વર્ષીય મહિલા અને પ્રવાસે ગયેલી સેક્ટર-4ની 17 વર્ષીય વિદ્યાર્થીની પણ કોરોનામાં સપડાઇ છે. ઉપરાંત ખોરજમાં રહેતા 72 વર્ષીય મહિલા અને 52 વર્ષીય આધેડ સામાજિક કામ અર્થે અમદાવાદ ખાતે ગયા હતા. અમદાવાદથી પરત આવ્યા બાદ તબિયત લથડતા ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોનાથી સંક્રમિત પાંચેય હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.