તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:જિલ્લામાં વધુ 44 વ્યક્તિને કોરોના : માત્ર 3 દિવસમાં નવા 100 કેસ સાથે કુલ આંક 3215

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાલુન્દ્રાના આધેડના મોતથી કુલ આંકડો 190એ પહોંચ્યો, કોરોનામુક્ત દર્દીનો આંક 2500 નજીક
  • હોસ્પિટલમાંથી 39 દર્દીને રજા અપાતાં 2498 વ્યક્તિ કોરોનામુક્ત
  • વિદ્યાર્થી, આર્મીમેન, પ્રિન્સિપાલ, પોલીસ જવાન, એડવોકેટ, ક્લાસ-2 અધિકારી, ડેપ્યુટી સેક્રેટરી સહિતનાને કોરોનાનો ચેપ લાગ્યો

શુક્રવારના રોજ જિલ્લામાં વધુ 44 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાં વિદ્યાર્થી, આર્મીમેન, પ્રિન્સિપાલ, પોલીસ જવાન, એડવોકેટ, ક્લાસ-2 અધિકારી, ડેપ્યુટી સેક્રેટરી, ડ્રાયવર સહિતનો સમાવેશ થાય છે. ત્યારે માત્ર 3 દિવસમાં જ વધુ 100 કેસ નોંધાતા કુલ આંકડો 3215 થયો છે. ઉલ્લેખનીય છે કે તારીખ 16મીએ નવા 47 કેસ નોંધાતા કુલ આંકડો 3129 થયો હતો. તો તારીખ 17મીએ નવા 42 કેસ નોંધાતા કુલ આંકડો 3171 થયો હતો.

ત્રીજા જ દિવસે 100 કેસ થઇ જતા દરરોજ કેસનો રેસિયો 34 કેસનો રહ્યો હતો. તો તેની સામે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 39 દર્દીઓને રજા આપતા અત્યાર સુધી જિલ્લાની 2498 વ્યક્તિઓ કોરોનામુક્ત થઇ છે. તેની સામે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દહેગામ તાલુકાના પાલુન્દ્રાના 52 વર્ષીય આધેડનું મોત થતાં જિલ્લામાં અત્યાર સુધી 190 દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 17 તો ગાંધીનગર તાલુકામાંથી 13 અને કલોલમાંથી 7 તેમજ દહેગામમાંથી 6 અને માણસામાંથી 1 નવો કેસ નોંધાયો છે.

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પેથાપુરના 4 સહિત 13 નવા કેસ
ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 8 ગામની 13 વ્યક્તિઓ સંક્રમિત થઇ છે. જેમાં પેથાપુરના 4 કેસમાં 64 વર્ષીય વૃદ્ધ, 62 વર્ષીય ગૃહિણી, 30 વર્ષીય અને 49 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયા છે. જ્યારે વાવોલના 3 કેસમાં 60 વર્ષીય વૃદ્ધ, 57 વર્ષીય આધેડ અને 22 વર્ષીય યુવતી તો પ્રાંતિયાની 70 વર્ષીય ગૃહિણી તથા કોલવડાનો 34 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. ઉપરાંત કુડાસણનો 34 વર્ષીય યુવાન અને રાંદેસણનો 24 વર્ષીય યુવાન તથા રાયસણનો 39 વર્ષીય યુવાન તથા આલમપુર મિલેટરી સ્ટેશનના 42 વર્ષીય જવાન કોરોનાગ્રસ્ત થયો છે.

મનપા વિસ્તારના સે-3માંથી 6 તો 4 સેક્ટરોમાંથી 2-2 કેસ
મનપા વિસ્તારમાંથી 17 કેસ નોંધાય છે. જેમાં સેક્ટર-3ની 6 વ્યક્તિઓમાં માણસા કોલેજના 56 વર્ષીય આચાર્ય અને જિલ્લા કોર્ટના 62 વર્ષીય એડવોકેટ તથા 49 વર્ષીય ક્લાસ-2 ઓફિસર જ્યારે 50 વર્ષીય અને 62 વર્ષીય ગૃહિણીઓ અને 63 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થઇ છે. જ્યારે સેક્ટર-29ની બે વ્યક્તિઓમાં ખાનગી નોકરી કરતો 40 વર્ષીય યુવાન અને 59 વર્ષીય આધેડ તેમજ સેક્ટર-22ના બે કેસમાં ખાનગી નોકરી કરતો 40 વર્ષીય યુવાન અને 66 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

ઉપરાંત સેક્ટર-2ના બે વ્યક્તિઓમાં 69 વર્ષીય બે વૃદ્ધ જ્યારે સેક્ટર-4ના બે વ્યક્તિઓમાં 56 વર્ષીય શિક્ષણ વિભાગના ડ્રાયવર અને 57 વર્ષીય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સંક્રમિત થયા છે. ઉપરાંત સેક્ટર-5ના 90 વર્ષીય વૃદ્ધા અને સેક્ટર-21ના હાઇકોર્ટના 72 વર્ષીય એડવોકેટર તો સેક્ટર-24ના 60 વર્ષીય વૃદ્ધ કોરોના. દર્દીઓના પરિવારની 77 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે.

કલોલમાં 7, દહેગામમાં 6 અને માણસામાં 1 કેસ નોંધવામાં આવ્યો
કલોલના 7 કેસમાંથી બારીસણામાંથી 49 વર્ષીય ગૃહિણી અને 74 વર્ષીય વૃદ્ધ તો છત્રાલના 85 વર્ષીય વૃદ્ધ તથા આરસોડિયાની 55 વર્ષીય ગૃહિણી જ્યારે નગરપાલિકા વિસ્તારમાંથી 45 વર્ષીય બે યુવાનો અને 66 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. ઉપરાંત દહેગામના 6 કેસમાં બહિયલની 70 વર્ષીય ગૃહિણી તો ઉદણનો 39 વર્ષીય યુવાન અને લવાડફાર્મની 66 વર્ષીય ગૃહિણી તથા નાંદોલના 52 વર્ષીય આધેડ જ્યારે નગરપાલિકા વિસ્તારની 62 વર્ષીય તેમજ 45 વર્ષીય ગૃહિણીઓ સંક્રમિત થઇ છે. માણસાના આજોલ ગામની 15 વર્ષીય સગીરા વિદ્યાર્થીની કોરોના થયો છે.

અન્ય સમાચારો પણ છે...