તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં...:મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ પછી ગુજરાતમાં કોરોના બેફામ, 22 દિવસ પછી 315 નવા કેસ

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ગુજરાત આવનારાનું મહારાષ્ટ્ર, મપ્રની બોર્ડર પર સ્ક્રીનિંગ થશે
 • શહેરોમાં ચૂંટણીમાં બંધ થયેલા ટેસ્ટિંગ ડોમ ફરી ઉભા કરાયા
 • મહારાષ્ટ્રમાં 5 મંત્રી અને અનેક ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં; મ.પ્ર.માં પણ મહારાષ્ટ્રથી આવતા લોકોનો ટેસ્ટ કરાશે

રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાનની પૂર્ણાહુતિ સાથે કોરોનાના કેસ પણ વધવાનું શરૂ થયું છે. સોમવારે રાજ્યમાં નવા કેસનો આંકડો 300 પાર કરી 315 પર પહોંચી ગયો હતો. પરિણામે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી આવતા લોકોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ તકેદારી વધારવામાં આવી છે. સોમવારના 315 કેસ સાથે કુલ કેસનો આંકડો 2,67,419 પર પહોંચ્યો છે. 1 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઅાંક 4,406 થયો છે. સોમવારે 272 વ્યક્તિ સાજા થવાની સાથે સાજા થનારા દર્દીની સંખ્યા 2,61,281 થઈ છે. કોરોનાના કેસ વધવાને કારણે અમદાવાદ શહેરમાં અનેક ઠેકાણે ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. અમદાવાદમાં 3 વિસ્તારના 27 મકાનો માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકાયા છે.

ગુજરાતના 4 શહેરોમાં કેવી રીતે કેસ વધ્યાં?
અમદાવાદમાં 13 દિવસમાં 63% કેસ વધ્યાં

31 જાન્યુઆરીએ 73 કેસ નોંધાયા હતા જે 9 ફેબ્રુઆરીઅે ઘટીને 44 થયા હતા પરંતુ 13 જ દિવસમાં 63% વધી ફરી 72 પર પહોંચી ગયા છે.

સુરતમાં 14 દિવસમાં 108% કેસ વધ્યા
26 જાન્યુઆરીએ 81 દર્દી હતા જે 8 ફેબ્રુઆરીઅે ઘટીને 25 થઈ ગયા હતા પણ 14 દિવસમાં 108% વધી 22મી ફેબ્રુઆરીએ 52 પર પહોંચી ગયા છે.

રાજકોટમાં 2 દિવસમાં 90% કેસ વધ્યાં
રાજકોટમાં 31મી જાન્યુઆરીએ 45 કેસ નોંધાયા હતા જે 21 ફેબ્રુઆરીએ ઘટીને 22 થયા હતા પણ 22 ફેબ્રુઆરીએ ફરી 42 થઈ ગયા.

વડોદરામાં 7 દિવસમાં 31% કેસ વધ્યાં
31મી જાન્યુઆરીએ 79 કેસ નોંધાયા હતા જે 15 ફેબ્રુઆરીમાં ઘટીને 44 થઈ ગયા હતા પણ 22 ફેબ્રુઆરીએ માત્ર 7 દિવસમાં 58 સુધી પહોંચી ગયા હતા.

ગુજરાતમાં કોરોનાના વધતાં કેસોની સંખ્યા

તારીખકેસ
31 જાન્યુઆરી316
1 ફેબ્રુઆરી298
5 ફેબ્રુઆરી267
10 ફેબ્રુઆરી255
15 ફેબ્રુઆરી249
20 ફેબ્રુઆરી258
21 ફેબ્રુઆરી283
22 ફેબ્રુઆરી315
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો