કોરોના સંક્રમણને કાબૂમાં રાખવાનો સૌથી અસરકારક ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને તેથી જ પૉઝિટિવ દર્દીઓને આઈસોલેશનમાં અથવા કોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવે છે. સાવચેતી રાખવાની વિવિધ સલાહો અને જાગૃતિ અભિયાનોની વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક અધિકારીઓને દર્દીઓની રૂબરૂ મુલાકાત લેવાનો આદેશ અપાતાં ખળભળાટ મચી ગયો છે.
મનપાના આદેશ મુજબ, 5 જાન્યુઆરીએ મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કોરોના પૉઝિટિવ દર્દીઓની રૂબરૂ મુલાકાત લેવા અધિકારીઓ-કર્મચારીઓને સૂચના અપાઈ હતી. જેથી દૈનિક ધોરણે આવતા નવા કોરોના પૉઝિટિવ દર્દીઓની રૂબરૂ મુલાકાત લેવાની થાય છે. આ કામગીરી માટે 9 અધિકારીની પસંદગી કરાઈ છે.
વહીવટી અધિકારી, હૅલ્થ, ટેક્સ, સેનિટેશન અને ટાઉન પ્લાનિંગ શાખાના 9 અધિકારીને રોજેરોજ દર્દીઓની, કન્ટેઈનમેન્ટ વિસ્તારોની મુલાકાત લેવા અને રોજ સાંજે 5 સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો છે. આ કામગીરી માટે પસંદ થયેલા 9 અધિકારીને નિશ્ચિત વિસ્તાર ફાળવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.