બેઠક:કોરોનાથી મૃતકોના પરિવારોને સહાય અંગે માત્ર ચર્ચા જ થઈ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠરાવ થતાં ફરીથી ખાતરી સમિતિ દ્વારા બેઠક બોલાવાશે

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે. સમગ્ર મુદ્દે સરકાર દ્વારા ખાતરી સમિતિ નિમવામાં આવી છે, ખાતરી સમિતિ નિર્ણય કરશે કે ક્યારે અને કેવી રીતે ફોર્મ સ્વીકારવા. જેને પગલે ગાંધીનગરમાં શનિવારે ખાતરી સમિતિની બેઠક મળી હતી. મહેસુલ વિભાગ તરફથી થનારા ઠરાવની રાહમાં સમિતિ દ્વારા મુદ્દે કોઈ ખાસ ચર્ચા-વિચારણા થઈ હતી.

ખાતરી સમિતિમાં જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજના તબીબોનો સમાવેશ કરાયો છે. આ કમિટી આખરી નિર્ણય કરી સર્ટિફિકેટ આપશે જેના આધારે 50 હજાર સહાય ચૂકવાશે. કોવિડ-19નો સમાવેશ એસડીઆરએફના ધોરણોમાં કરાયો છે. જેને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત કોવિડના મૃતકોના પરિવારને સહાય અપાશે. જેને અનુલક્ષીને શનિવાર મહેસૂલ વિભાગ દ્વારા ફોર્મ સાથે ઠરાવ પસાર કરાયો હતો.

જેમાં કલેક્ટર દ્વારા અરજી મળ્યાના તારીખથી 30 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારે હવે ફોર્મ વિતરણ ક્યારથી શરૂ કરવું અને કેવી રીતે આયોજન કરવું તે અંગે ફરીથી ટુંકાગાળામાં જ ખાતરી સમિતિની ફરી બેઠક મળશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...