કોરોના અપડેટ:જિલ્લામા કોરોનાનો વધતો કહેર, શહેરમાં 35, ગ્રામ્ય વિસ્તારમાં 51 કેસ

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ્ય અને શહેરના તમામ 86 દર્દીઓ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ
  • જુલાઇનો કોરોનાના કેસનો આંકડો 1366 પર પહોંચ્યો

રાજ્યમા કોરોના વાઇરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. એક તરફ વાઇરલ ઇન્ફેક્સનના કેસથી દવાખાના ઉમરાઇ રહ્યા છે. તેવા સમયે કોરોના વાઇરસના કેસમાં ધીરેધીરે ઉછાળો થઇ રહ્યો છે. ત્યાર નાગરિકોને પોલીસ ગાઇડ લાઇનનુ પાલન કરાવે તે પહેલા સ્વયં કરે તે જરૂરી બની ગયુ છે. શુક્રવારે શહેર અને જિલ્લામા કુલ 86 કેસ નોંધાયા છે. જેમા શહેરમા 35 અને ગ્રામ્ય વિસ્તારમા 51 કેસ સામે આવ્યા છે. જુલાઇ મહિનાનો આંકડો 1366 ઉપર પહોંચ્યો છે.

શહેર બેવડી ઋુતુની સાથે વાઇરલ ઇન્ફેક્શનના ભરડામા આવી ગયુ છે. તે ઉપરાંત કોરોના વાઇરસનો કહેર તો ચાલુ છે. જોકે, હાલમા આવતા કેસમા દર્દીઓ હોમ આઇસોલેશનમા રહીને સારવાર કરાવે છે. તેવા સમયે શુક્રવારે શહેર અને જિલ્લામાં કોરોનાના 86 કેસ સામે આવ્યા છે. જેમા ગ્રામ્ય વિસ્તારમા 51 કેસનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારમા દહેગામ તાલુકામા સૌથી વધારે 19, કલોલ 15, ગાંધીનગર 11 અને માણસામા માત્ર 4 કેસ સામે આવ્યા છે. તેની સામે 44 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. તમામ દર્દઓ હોમ આઇસોલેશનમા સારવાર મેળવી રહ્યા છે.

જ્યારે શહેર વિસ્તારમા 35 કેસ સામે આવ્યા છે, તેની સામે 36 દર્દી ડીસ્ચાર્જ થયા છે. જેમા શહેરના સેક્ટર 5મા રહેતા 63 વર્ષિય વૃદ્ધ અમદાવાદમા લોકાચારે ગયા પછી પોઝેટીવ થયા છે. સેક્ટર 6મા 3 કેસ આવ્યા છે, જેમા 31 વર્ષિય યુવક દિલ્લી ગયા પછી પોઝેટીવ આવ્યો છે. તે ઉપરાંત સેક્ટર 2મા 4 કેસ, સેક્ટર 3મા 2 કેસ, સેક્ટર 4મા 4 કેસ, સેક્ટર 5મા 1 કેસ, સેક્ટર 8મા 2 કેસ, સેક્ટર 17, 20, 22, 24, 27, 28, 29 અને સેક્ટર 3 ન્યૂમા એક એક કેસ સામે આવ્યો છે.

જ્યારે કુડાસણ અને સરગાસણમા 2-2 કેસ, જ્યારે ધોળાકુવા, જીઇબી, ખોરજ, પેથાપુર, રાંદેસણ અને વાવોલમા એક એક કેસ સામે આવ્યો છે. જોકે, ગુરુવારની સરખામણીમાં શુક્રવારે ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો કેસમાં સતત વધારો ઘટાડો નોંધાતો રહ્યો છે. શહેરમાં બેવડી ઋતુના કારણે વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. તેમાં વળી પાછો કોરોનાના કેસમાં પણ વધારો થતાં આરોગ્ય તંત્ર સહિત નાગરિકોની ચીંતામાં પણ વધારો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...