તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, આજે નવા 11 કેસ સામે 35 દર્દીઓ ડીસ્ચાર્જ થયા

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 40 સેન્ટર પર 3877 લોકોનું રસીકરણ કરાયું

ગાંધીનગરના ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 11 કોરોના કેસો ની સામે 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના 40 સેન્ટરો પરથી 3877 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની બીજી લહેર મંદ પડતાં નગરજનો સહિત આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. કોરોનાના છૂટાછવાયા કેસો ગાંધીનગરના ગ્રામ્ય અને કોર્પોરેશન વિસ્તારમાં સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 4 કેસોની સામે 15 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. અને કોર્પોરેશન વિસ્તારમાં 7 કોરોના કેસોની સામે 20 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જેથી જિલ્લામાં કુલ 11 કોરોના કેસોની સામે 35 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આમ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસો તેમજ મૃત્યુ આંક માં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે અને કોરોના રિકવરી રેટ વધી રહ્યો છે.

બીજી તરફ આજે ગાંધીનગર જિલ્લામાં 3877 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોના ની રસી આપવામાં આવી હતી ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 39 હજાર 532 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 86 હજાર 925 લાભાર્થીને કોરોના નો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45 થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 90 હજાર 206 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 63 હજાર 667 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...