તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યના 10 જિલ્લામાં શૂન્ય કેસ છતાં છેલ્લા 24 કલાકમાં 315 પોઝિટિવ કેસ, રાજ્યની બોર્ડરે ચેકપોસ્ટ ઊભી કરી બહારથી આવનારનું સ્ક્રિનિંગ

8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વઘતા કેસોને લઈને રાજ્યમાં બોર્ડર ચેકપોસ્ટ ઊભી કરી તમામ યાત્રિકોનું સ્ક્રિનિંગ હાથ ધરાશે

ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસોમાં વધારો નોઁધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે હાઈવે પર બોર્ડર ચેક ઊભી કરવા નક્કી કર્યું છે. અન્ય રાજ્યોમાંથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રિનિંગ હાથ ધરવાનું નક્કી કરાયું છે. જ્યારે મહાનગરોના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાશે. રાજ્યના 10 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં આજે પણ નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં 315 કેસ નોંધાયા છે અને 272 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 4,406 પર થયો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.70 ટકા થયો છે.

રાજ્યના મહાનગરોના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ
અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મ્યુનિસિપિલ કોર્પોરેશન વિસ્તારના રેલવે સ્ટેશનો પર સ્ક્રિનિંગ હાથ ધરાશે. રાજ્યના તમામ અરેપોર્ટ પર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રિનિંગ હાથ ધરાશે. સ્ક્રિનિંગ દરમિયાન કોઈ વ્યક્તિને લક્ષણો દેખાશે તો તેમનું જરૂરી નિદાન હાથ ધરી પૂરતી સારવાર પુરી પાડવામાં આવશે. એટલું જ નહીં અટકાયતી પગલારૂપે રાજ્યમાં ધનવંતરી રથની સંખ્યા વધારી તેની સેવાઓ વધુ સુદ્રઢ કરાશે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુમાં વધુ ટેસ્ટિંગ બુથ કાર્યરત કરવામાં આવશે. ILI/SARIના કેસોનું સર્વેલન્સ સુદ્રઢ કરાશે.

10 જિલ્લામાં એકેય કેસ નોંધાયો નહીં
અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. 1732 એક્ટિવ કેસ, 30 વેન્ટિલેટર પરરાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 419ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,406એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 61 હજાર 281 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1732 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 વેન્ટિલેટર પર જ્યારે 1702 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં વેક્સિનેશન
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 582 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 57 હજાર 300ને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રસીની આડ અસરનો એકેય ગંભીર કેસ સામે આવ્યો નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
કુલ આંક2238130398100

રાજ્યમાં કુલ 2,67,419 કેસ અને 4,406 દર્દીના મોત અને 2,61,281 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ62,28059,4312,308
સુરત53,41052,105976
વડોદરા29,46329,048240
રાજકોટ23,08222,786200
જામનગર10,61210,54535
ગાંધીનગર8,7548,600107
મહેસાણા7,0315,93738
ભાવનગર6,1116,00668
જૂનાગઢ5,4145,34733
બનાસકાંઠા4,7114,66639
કચ્છ4,5404,46333
પંચમહાલ4,3184,26323
પાટણ4,2494,18753
ભરૂચ4,1754,13918
અમરેલી3,9453,90333
સુરેન્દ્રનગર3,5413,52813
દાહોદ3,3453,3327
મોરબી3,3323,30119
ખેડા3,2953,24717
સાબરકાંઠા3,0703,02113
આણંદ2,6202,57617
ગીર-સોમનાથ2,5932,52724
નર્મદા2,1362,1121
મહીસાગર2,0662,02610
નવસારી1,6481,6268
વલસાડ1,4191,3999
અરવલ્લી1,2131,18326
દેવભૂમિ દ્વારકા1,1441,1175
તાપી1,0801,0667
બોટાદ1,0511,03314
છોટાઉદેપુર9319153
પોરબંદર7307244
ડાંગ1831821
અન્ય રાજ્ય1621593
કુલ267,419261,2814,406
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો