તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર ક્યારે સમજશે?:કોરોના એક જ દિવસમાં 7ને ભરખી ગયો : ચૂંટણી પ્રચાર પહેલાં જ ગાંધીનગરમાં 35 કેસ, 2 દર્દીનાં મૃત્યુ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કેસોની વધતી સંખ્યાએ ફરી ચિંતા પ્રસરાવી, કોરોનાથી થતાં મોતના આંકડાએ ચિંતા વધારી : વધુ 26 સાજા થયાં
 • જિલ્લામાં શનિવારે વધુ 39 કેસ, 108 દિવસ પછી 7 મોત નોંધાયાં

જિલ્લામાં વધુ 39 વ્યક્તિ સંક્રમિત થતા કુલ આંકડો 8760એ પહોંચ્યો છે. જ્યારે કોરોના તેનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યો હોય તેમ છેલ્લા 108 દિવસ પછી સારવાર દરમિયાન શનિવારે 7 દર્દીઓના મોતથી કુલ આંકડો 620 થયો છે. જોકે નગરના સેક્ટર-30ના અંતિમધામમાં અગ્નિસંસ્કાર કરેલા સદ્દગતોની યાદીમાં કોવિડના દર્દીઓના ઉલ્લેખના આધારે 7 મોત છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા ડેથ ઓડિટ બાદ જ મોતનું સાચુ કારણ જાણવા મળશે. જોકે ગત 7મી, ડિસેમ્બર-2020ના રોજ સારવાર દરમિયાન 7 દર્દીઓના મોત થયા હતા. અવસાન પામેલા દર્દીઓમાં 62 વર્ષથી 78 વર્ષીયની ચાર મહિલા અને ત્રણ વૃદ્ધો છે.

મહાનગર પાલિકાની ચુંટણીનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થાય તે પહેલાં સેક્ટર તેમજ નવા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારો સહિતના વિસ્તારમાંથી કુલ 35 કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના મોત નિપજતા રેડ સિગ્નલની સ્થિતિ ઉભી થઇ રહી છે. જોકે ગત તારીખ 16મી, માર્ચથી જ કોરોનાના કેસ 20થી વધુ કેસ નોંધાઇ રહ્યા હતા. જ્યારે તેની સામે ડેથ એકથી બે દર્દીઓના થતાં હતા. પરંતુ શનિવારે 7 દર્દીઓના મોતથી સ્થિતિ ગંભીર બની રહી હોવાનું લાગી રહ્યું છે. સારવારને અંતે વધુ 26 દર્દીઓ સાજા થતાં 7753 લોકોએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. સંક્રમિતોમાં વિદ્યાર્થી, શિક્ષિકા, સ્ટાફ નર્સ, ડીવાયએસઓ, ગૃહિણી, વેપારી, આંગણવાડી વર્કર સહિતનો સમાવેશ થાય છે. મનપા વિસ્તારમાંથી 24, ગાંધીનગર તાલુકામાંથી 13, કલોલમાંથી 2 કેસ નોંધાયા છે.

મનપા વિસ્તારમાંથી વધુ 24 કેસ : સેક્ટર-26માંથી 5 કેસ નોંધાયા
મનપા વિસ્તારમાંથી સે-26માંથી 24 વર્ષીય અને 18 વર્ષીય વિદ્યાર્થીઓ, 50 વર્ષીય અને 63 વર્ષીય ગૃહિણીઓ, 63 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-6માંથી 39 વર્ષીય યુવાન, 25 વર્ષીય યુવતી, સે-2માંથી 65 વર્ષીય વૃદ્ધ, 59 વર્ષીય ગૃહિણી, સે-1ના 79 વર્ષીય વૃદ્ધ, સે-25માંથી 53 વર્ષીય ગૃહિણી, 80 વર્ષીય વૃદ્ધ, સે-4ની 35 વર્ષીય ગૃહિણી, સે-23માંથી 87 વર્ષીય વૃદ્ધ, 52 વર્ષીય ગૃહિણી, સે-22માંથી 51 વર્ષીય વેપારી, 68 વર્ષીય વૃદ્ધ, સે-5ના 65 વર્ષીય વૃદ્ધ, સે-8માંથી 73 વર્ષીય વૃદ્ધ, 71 વર્ષીય મહિલા, 33 વર્ષીય ડીવાયએસઓ, સે-12ની 46 વર્ષીય સ્ટાફ નર્સ, સે-15ની 21 વર્ષીય વિદ્યાર્થીની, સે-20ની 70 વર્ષીય ગૃહિણી કોરોના થયો.

ગાંધીનગર તાલુકામાં13,કલોલમાં 2 કેસ
તાલુકામાં વાવોલમાંથી આધેડ, વિદ્યાર્થીની, ગીફ્ટસીટીમાંથી આધેડ, યુવાન, કુડાસણમાંથી 2 યુવાનો અને વેપારી, રાયસણમાંથી વિદ્યાર્થી, પેથાપુરમાંથી આંગણવાડી કાર્યકર, વિદ્યાર્થી, 37 વર્ષીય શિક્ષિકા, સરગાસણમાંથી 31 વર્ષીય ગૃહિણી અને 48 વર્ષીય ગૃહિણી કોરોનાગ્રસ્ત થઇ છે. કલોલના નગરપાલિકા વિસ્તારમાંથી 65 વર્ષીય વૃદ્ધ, સઇજનો યુવાન થયો છે.

આઇઆઇટીમાં10 દિવસમાં 25 કેસ
મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીને પૂછતા જણાવ્યું છે કે આઇઆઇટીમાંથી છેલ્લા દસ દિવસમાં કુલ 25 કેસ નોંધાયા છે. તેમાં 7 વિદ્યાર્થીઓ તેમજ સિક્યુરિટી જવાન, બાંધકામનું કામ કરતા મજુરો સહિતનો સમાવેશ થાય છે. ઉપરાંત મોટેરામાં ક્રિકેટ મેચ જોવા ગયા હોવાનો રિપોર્ટ નથી.

વાવોલ ખાતે રસીકરણ અભિયાન શરૂ
ગાંધીનગરના વાવોલ ખાતે કોરોનાની રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. વાવોલમાં સરકારી પ્રાથમિક શાળા ઉપરાંત કુંજ હાઇટ્સ અને શાલવિક શુકન જેવી સોસાયટીઓમાં યોજાયેલા રસીકરણ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી ઘનશ્યામસિંહ ગોલે લાભાર્થીઓને જાણકારી આપીને પ્રોત્સાહિત કર્યા હતા જેના કારણે રસીકરણનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો