• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Corona Erupted, 4 Patients Had To Be Rejected Due To Missing Bed On Civil Oxygen, 210 Beds Out Of 300 Beds, 90 For Ventilator, 90 For Oxygen, 180 Beds Will Be Added.

મુશ્કેલી:કોરોના વકર્યો, સિવિલ ઓક્સિજન પર બેડ ખૂટી પડતાં 4 દર્દીને ના પાડવી પડી, 300 બેડમાંથી 210 બેડ ફૂલ, વેન્ટિલેટરના 90, ઓક્સિજનના 90 મળી 180 બેડ વધારાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15 લાખ લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક નાખવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ
  • સિવિલમાં અત્યારે 5 લાખ લિટરની 5 ટેંક, મંજૂરી મળ્યા પછી બેડની ક્ષમતા 495 થશે

દિવાળીના તહેવારોમાં કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી તથા નાગરિકોની બેકાળજીને કારણે કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. શનિવારે રેકોર્ડબ્રેક 63 કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે 61 કેસ નોંધવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓમાં થઈ રહેલા વધારાને કારણે સિવિલ હોસ્પિટલનું તંત્ર ઓક્સિજન પર આવી ગયું છે. મેડિકલ કોલેજની હોસ્પિટલના 300માંથી ઓક્સિજનના 210 બેડ શુક્રવારે રાત્રે ભરાઈ જતાં હોસ્પિટલ તંત્રને અત્યાર સુધીમાં જ જેટલા દર્દીને દાખલ કરવાની ના પાડવી પાડી છે.

વધતા કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલમાં 180 બેડ વધારવાની ક્વાયત હાથ ધરાઈ છે. આ માટે 15 લાખ લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક કીટ કરવાની સૌદ્ધાંતિક મંજૂરી પણ મેળવી લેવાઈ છે. હોસ્પિટલમાં અત્યારે 5 લાખ લીટરની ક્ષમતાવાળી 5 ઓક્સિજન ટેન્ક છે. હાલમાં 300 બેડની ક્ષમતા છે, જ્યારે વેન્ટીલેટરના 90 તથા ઓક્સિજનના 90 મળી 180 બેડ વધવાથી હોસ્પિટલમાં બેડની ક્ષમતા 495 થઈ જશે.સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ આરએમઓ ડો.કલ્પેશ જસપરાને પુછતા જણાવ્યું છે કે માત્ર શુક્રવારની રાત્રે જ કોવિડ વોર્ડના ઓક્સિજન બેડ ફુલ થઇ ગયા હતા.

ત્યારબાદ સાજા થયેલા દર્દીઓને રજા આપતા હાલમાં જગ્યા છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસને જોતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેડની કેપેસીટી વધારા છે તે અંગે પુછતા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.નિયતીબેન લાખાણીએ જણાવ્યું છે કે હાલમાં ઓક્સિજનની કેપેસીટી મર્યાદિત બેડ પુરતી હતી. જો બેડની કેપેસીટી વધારવા માટે 15 લાખ લીટર ઓક્સિજનની ટેન્કની માંગણી કરી છે.

જો ઓક્સિજન ટેન્ક ફીટ કરી દેવામાં આવશે તો આગામી સમયમાં સિવિલ હોસ્પિટલમાં 90 વેન્ટીલેટર અને 90 ઓક્સિજનના સહિત કુલ 180 બેડ વધારવામાં આવશે.આથી હાલમાં 315 બેડની કેપેસીટીમાં 180 બેડનો વધારો થતાં હોસ્પિટલમાં કુલ 495 બેડની કેપેસીટી કોવિડના દર્દીઓ માટે થઇ જશે. જેના માટે હોસ્પિટલના પ્રથમ, બીજા, ચોથા અને પાંચમા માળે ખાસ કોવિડ વોર્ડ બનાવ્યા છે.આથી ઓક્સિજન ટેન્ક ફીટ થતાં જ વોર્ડ ચાલુ કરી દેવામાં આવશે. જોકે ઓક્સિજન ટેન્કની સૈદ્ધાંતિક મંજુરી મળી ગઇ હોવાથી આગામી સમયમાં કામગીરી પીઆઇયુ દ્વારા કરવામાં આવશે.

શહેરમાં 5 સ્થળે કોરોના રેપિડ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ હોવાની જાહેરાત કરાઈ
કોર્પોરેશન દ્વારા સેક્ટર-2 અને 21 ખાતે જ કોરોના ટેસ્ટ થતાં હોવાનું નાગરિકોને ખ્યાલ હતો. જેને પગલે બંને સ્થળે લાંબી લાઈનો જોવા મળી હતી. જેને પગલે ડેપ્યુટી મેયરે પણ કમિશનરને પત્ર લખીને સેન્ટર્સ વધારવા માટે કહેવું પડ્યું હતું. ત્યારે સફાળા જાગેલા કોર્પોરેશન તંત્રે મનપા દ્વારા સેક્ટર-2 અને 21 સિવાય પણ સેક્ટર-24, સેક્ટર-27, પાલજ ખાતેના અર્બન હેલ્થ સેન્ટર્સ પર કોરોના રેપિડ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી હતી.

કોરોના વચ્ચે તહેવારોમાં પણ ફૂડ અંગે તંત્ર દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી!
સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં ફૂડ શાખા દ્વારા મીઠાઈની દુકાનો સહિતના સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરાય છે. ત્યારે મનપા વિસ્તારોમાં આ દિવાળીના સમયે આવું કોઈ ચેકિંગ કરાયું નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ખાદ્યસામગ્રી સામે કેમ તપાસ ન થઈ તેવો એક સવાલ ઊભો થયો છે. બીજી તરફ કોર્પોરેશનની દબાણ શાખાની રહેમ નજરે વિવિધ શોપિંગ સેન્ટર્સમાં મોટા વેપારીઓએ ફૂટપાથ અને પાર્કિંગની જગ્યાઓમાં જ દબાણો કરીને પોતાનો વેપાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...