તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવક પર અસર:ગાંધીનગરમાં ચાલતી સિટી બસ સેવા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું, બીજી લહેર બાદ મુસાફરોની સંખ્યામાં જબ્બર ઘટાડો નોંધાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ 15000ના સ્થાને ફક્ત 5000 મુસાફરો જ કરી રહ્યા છે મુસાફરી

ગાંધીનગરમાં ખાનગી એજન્સી દ્વારા ચલાવવામાં આવતી સીટી બસો ને શરૂ થાય ને બે મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં 10 હજાર પેસેન્જર ઓછા મળી રહ્યા છે. કોરોના કાળ પહેલા સીટી બસમાં 15 હજાર મુસાફરો મળતા હતા જેમાં સીધો જ 5 હજાર મુસાફરોનો ઘટાડો નોંધાયો છે. કોરોના કાળ દરમિયાન સંપૂર્ણ રીતે સીટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી હવે જ્યારે બે મહિનાથી બસ સેવા શરૂ થઈ હોવા છતાં કોરોનાના ગ્રહણના કારણે 5 હજાર મુસાફરો જ બસ સેવાનો લાભ લઈ રહ્યા છે.

ગાંધીનગરની સિટી બસો કોરોનાની બીજી લહેર બાદ 14 જૂનથી શરૂ કરવામાં આવી હતી. જેને 2 મહીના જેટલો સમયગાળો થયો છે, છતાં પણ પહેલા કરતા 10 હજાર મુસાફરો ઓછા મળી રહ્યા છે. કોરોના કાળ પહેલા સામાન્ય દિવસોમાં 15 હજાર પેસેન્જર સિટી બસોને મળતા હતા. ત્યારે અત્યારે 14 કલાક બસો દોડતી હોવા છતા ફક્ત 5,000 પેસેન્જર જ સિટી બસોને મળી રહ્યા છે.

હાલમાં 23 સિટી બસો પેથાપુર, ચાંદખેડા, ચિલોડા, ઉનાવા સહિતના કોર્પોરેશન વિસ્તારના તમામ રૂટ પર બસો લોકોની સવલત માટે શરૂ જુદા જુદા રૂટ પર ચલાવવામાં આવી રહી છે પરંતુ હજી પણ લોકોમાં કોરોનાનો ડર યથાવત છે. જેથી પેસેન્જરો પણ ઓછા મળી રહ્યા છે. 10 હજાર પેસેન્જરો ઓછા મળવાના કારણે એજન્સીને આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં નોકરી, ધંધા સાથે જોડાયેલા લોકોને વધુ સવલત મળી રહે તેના માટે સીટી બસો સવારે 5.30 કલાકથી સાંજે 9.30 કલાક સુધી નક્કી કરાયેલા રૂટ પર દોડાવવામાં આવે છે.જોકે સાંજ પછી ઓછા પેસેન્જર મળે છે છતાં બસો મોડે સુધી દોડાવવામાં આવી રહી છે. કોરોનામાં જ્યારે સિટી બસો બંધ હતી ત્યારે અંદાજિત 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પહેલા કોરોનામાં ચાર જેટલા મહિના બસો બંધ રહેવાથી પ્રાઇવેટ એજન્સીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે ધીમે ધીમે પેસેન્જરો પણ વધી રહ્યા છે. આ પહેલા 14 જૂનના રોજ સિટી બસો દોડાવવાનો નિર્ણય કરાયો હતો, ત્યારે 12 જેટલા રૂટ પર બસો દોડતી હતી જે બાદ તમામ રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે. 7 વર્ષ માટે આ બસોને કરારબદ્ધ કરી છે. જેથી સિટી બસો પ્રાઇવેટ એજન્સીના ખર્ચે ચાલે છે. જોકે કોર્પોરેશને આ માટે જગ્યા ફાળવી છે પરંતુ વાર્ષિક ભાડું પણ લેવામાં આવે છે. ખર્ચથી લઈને તમામ સંચાલન પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બસ મેન્ટેનન્સ, સ્ટાફનો પગાર, દિવસના સંચાલનમાંથી નીકળતો નથી પરંતુ સમય થાય ત્યારે બસમાં પ્રવાસીઓ બેઠા હોય કે ન બેઠા હોય સવલત માટે બસો શરૂ થઈ જાય છે. વિદ્યાર્થીઓના પાસની જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર પહેલા બસના પાસ નીકળશે નહીં. કેમ કે, હજુ તમામ સ્કૂલો શરૂ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...