તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર ગંભીર:મનપા વિસ્તારમાં 54 સહિત જિલ્લામાં 73 કેસ, ગાંધીનગરમાં 8 સહિત કુલ 13 મોત

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારે વધુ 40 દર્દીએ કોરોનાને હરાવ્યો, કુલ 7996 કોરોનામુક્ત થયા ,રેકોર્ડબ્રેક કોરોના કેસ
 • 30 દર્દી બાયપેપ પર, 5 વેન્ટિલેટર પર અને 220 દર્દી ઓક્સિજન પર
 • 6 દિવસ પહેલાં કોવિડ હોસ્પિટલ કરાયેલી સિવિલમાં 400માંથી 360 બેડ ફૂલ, કોરોનાના શંકાસ્પદ 94 દર્દી પણ સારવાર હેઠળ
 • સે-17 અને કોલવડાનાં કોવિડ કેર સેન્ટર 3 મહિના પછી ફરી શરૂ કરવા પડ્યાં

જિલ્લામાં નવા 73 કેસ સાથે કુલ આંકડો 9281 થયો છે. જોકે છેલ્લા સવાર વર્ષથી કોરોનાની મહામારીમાં પ્રથમ વખત જિલ્લામાં 24 કલાકમાં 73 કેસની સાથે સાથે સારવાર લઇ રહેલા 13 દર્દીઓના મોત નિપજ્યા છે. તેમાંથી મનપા વિસ્તારમાંથી વધુ 54 કેસની સાથે સાથે મંગળવારે 8 દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાએ કુલ 694 દર્દીઓનો જીવનદીપ બુઝાવ્યો છે.

કોરોનાના બેકાબુ બનતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડના કુલ 400માંથી 360 જેટલા બેડ ભરાઇ ગયા હોવાથી દર્દીઓને ના પાડવાની ફરજ પડી છે. હોસ્પિટલમાં હાલમાં 30 દર્દીઓ બાયપેપ, 5 દર્દીઓ વેન્ટીલેટર અને 220 દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાનું સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 694 દર્દીના મોત થયા છે, તેમાં 10 વૃદ્ધો, એક યુવાન, બે આધેડ વયના દર્દીઓનો સમાવેેશ થાય છે. જોકે દર્દીઓના મોતનું સાચું કારણ આરોગ્ય વિભાગના ડેથ ઓડિટમાં જ જાણવા મળશે. કોરોનાની સારવારથી વધુ 40 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં જિલ્લાની 7996 વ્યક્તિઓ કોરોનાથી મુક્ત થઇ છે.

કોરોનાથી સંક્રમિતોમાં વિદ્યાર્થી, ડિવાયએસઓ, ગૃહિણી, સિક્યુરીટી જવાન, ડ્રાઇવર, એકાઉન્ટટ, ઓફિસર, શિક્ષિકા, વેપારી, ખેડુત સહિત સંક્રમિત થયા છે. તેમાં મનપા વિસ્તારમાંથી 54, ગાંધીનગર તાલુકામાંથી 04, કલોલમાંથી 11, માણસામાંથી 03 અને દહેગામમાંથી 01 કેસ દર્દીઓ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલનાં તમામ બેડ ફૂલ, સારવાર માટે દર્દીઓના વલખાં
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ની વાત કરીએ તો 400 બેડની ક્ષમતા ધરાવતી કોવિડ હોસ્પિટલ માં તમામ ખાટલા ફૂલ થઈ ચૂક્યા છે. વેન્ટિલેટર અને ઓક્સિજનનાં વોર્ડ પણ ફુલ થઇ જવાના કારણે ગાંધીનગરમાં દર્દીઓ સારવાર મેળવવા માટે આમતેમ ભટકી રહ્યા છે. ગાંધીનગરમાં કોવિડના દર્દીઓનો ધસારો જોતાં અમદાવાદ અને સોલા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી રહી છે. આ અંગે ગાંધીનગર સિવિલના સુપરિટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે ગાંધીનગર સિવિલના કોરોના વોર્ડના દરેક બેડ ફૂલ થઇ ગયા છે જેથી કોલવડા હોસ્પિટલ દર્દીઓને મોકલી આપવાની વ્યવસ્થા કરાઈ છે. જયારે હાલમાં વેન્ટિલેટર અને ઓક્સિજનનાં પણ વોર્ડ પણ ભરાઈ ચુક્યા છે.

ખાનગી હોસ્પિલો પણ કોવિડના બેડ ફૂલ થયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી જાકારો મળતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલ તરફ સારવાર માટે દોડી રહ્યાં છે. પરંતુ ગાંધીનગરની કોવિડ સારવાર કરતી આશકા હોસ્પિટલ,એસેમવીએસ, ગોએન્કા તેમજ કનોરીયા હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓથી ભરાઇ ચૂકી છે.

સિવિલના પાંચ તબીબો સહિત 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના નું સંક્રમણ કર્મચારીઓમાં ફેલાઈ રહ્યું છે ગાંધીનગર સિવિલ ના 2 ઓર્થોપેડિક ,2 ગાયનેક, 1 એનેસ્થેસિયા એમ પાંચ તબીબો સહિત 10 જેટલા કર્મચારીઓ કોરોનાનો શિકાર બની ચુક્યા છે. ગાંધીનગર સિવિલમાં પણ કોરોના એ દસ્તક દેતા સિવિલમાં કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા માંડ્યો છે.

રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ
જે રીતે ગાંધીનગરની તમામ કોરોના હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઇ ચૂકી છે ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા હવે દર્દીઓના સગા ને રેમડેસીવીર ઇન્જેક્શન ની વ્યવસ્થા જાતે કરવાની ફરજ પાડવામાં આવી રહી છે જેના કારણે કોરોના દર્દીઓના સગાઓ ગાંધીનગરના મેડિકલ સ્ટોર્સ પર ઇન્જેક્શન માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ પર ઇન્જેકશનની અછત સર્જાઈ છે. મેડિકલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું હાલમાં ગાંધીનગરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ પર ઇન્જેક્શનની અછત સર્જાય છે. ઇન્જેક્શન નો સ્ટોક મંગાવવામાં આવ્યો છે પરંતુ હજી સુધી તે પૂરો પાડવામાં આવી રહ્યો નથી.

જાન્યુઆરીમાં કેસ ઓછા થતાં કોવિડ કેર સેન્ટર બંધ કરાયાં હતાં
દિવાળીમાં કોરોનાના વધતા જતા કેસને પગલે કોલવડા અને સ્ટાફ ટ્રેનીગ કોલેજ, સેક્ટર-17માં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટર હાઉસફુલ થઇ ગયા હતા. પરંતુ ગત જાન્યુઆરી-2021માં કેસ ઘટતા ખાલી થઇ જતા બંધ કરાયા હતા. જ્યારે હાલમાં કોરોનાના કેસ વધતા કોવિડ કેર સેન્ટરો શરૂ કરાયા છે.

ઓક્સિજનનો વપરાશ બમણો થયો
સિવિલ હોસ્પિટલમાં વધતા જતા કોરોનાના કેસને પગલે ઓક્સિજનનો વપરાશ પણ વધી જવા પામ્યો છે. દોઢેક માસ અગાઉ પ્રતિદિન ઓક્સિજનનો વપરાશ 3 હજાર લીટર ક્યુબીક મીટરનો વપરાશ થતો હતો. જ્યારે હાલમાં દર્દીઓ વધતા પ્રતિદિન ઓક્સિજનનો વપરાશ 7 હજાર ક્યુબીક મીટર થયો છે. જોકે હાલમાં મોટાભાગના દર્દીઓ ઓક્સિજનવાળા આવતા હોવાથી ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. જો આજ સ્થિતિ રહી તો આગામી સમયમાં દિવસમાં ઓક્સિજનની બે ટેન્કર મંગાવવાની ફરજ પડશે.

સિવિલ હોસ્પિટલના 5 તબીબો સહિત 10 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા
સિવિલ હોસ્પિટલમાં એકબાજુ તબિબો સહિતના સ્ટાફની ઘટ છે. ઉપરાંત હાલમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે આવી કપરી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલના પાંચ તબિબો સહિત કુલ 10 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાં બે ઓર્થોપેડિક, બે ગાયનેક અને એક એનેસ્થેટિક તબિબ હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.

દર્દીઓ વધશે તો વધુ વોર્ડ શરૂ કરાશે
કોરોનાના વધતા કેસને લઈ સિવિલના પ્રથમ અને બીજો માળ પણ કોવિડ વોર્ડ બનાવવામાં આવે તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લાની હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓની સ્થિતિ

હોસ્પિટલનુંનામકુલબેડકુલદર્દીપોઝિટિવશંકાસ્પદવેન્ટીલેટરબાયપેપઓક્સિજનસ્ટેબલ
સિવિલ40035726394260130165
SMVS5555550042031
એપોલો1000000000
આશ્કા10082820521065
રાધે383636012528
ગોએન્કા506600033
સરમાઉન્ટ181818000018
આઇકોન11111010092
આશીર્વાદ181616000115
વાછાની413939022629
કનોરીયા402626007109
પીએસએમ8047470001136
શ્રદ્ધા18121200453
આદર્શ1000000000
રૂચી308800008
પુલ્સીમેડિકેર150000000
રોયલ170000000
CRPF502222000022
CCCસે-17500000000
કોલવડાCCC1500000000
કુલ1381735640951081210434

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો