તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં નવા 10 કેસ નોંધાતા છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસ ડબલ ડિઝીટમાં નોંધાઇ રહ્યા છે. આથી કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી વધતા કેસ પરથી લાગી રહ્યું છે.
અગાઉ બે અને ત્રણ કેસની સામે હાલમાં ડબલ કેસ મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાઇ રહ્યા છે. કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 6 દર્દીઓને રજા આપતા કોરોનાને હરાવનાર વ્યક્તિઓ 7275 થયા છે. સંક્રમિતોમાં ક્લાર્ક, એકાઉન્ટટ, વેપારી, વિદ્યાર્થી, ગૃહિણી સહિતનો સમાવેશ થયો છે. મનપા વિસ્તારમાંથી નવા 6 કેસમાં સેક્ટર-20માંથી 52 વર્ષીય આધેડ, 35 વર્ષીય એકાઉન્ટટ, સેક્ટર-24ના વેપારી, સેક્ટર-4ના 30 વર્ષીય ક્લાર્ક, સેક્ટર-14ના 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-23ની 33 વર્ષીય યુવતી સંક્રમિત થઇ છે. સંક્રમિતોના સંપર્કવાળા 12 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 5 કેસમાં કુડાસણમાંથી 41 વર્ષીય ગૃહિણી, 38 વર્ષીય યુવાન, રતનપુરની 17 વર્ષીય વિદ્યાર્થીની, ગીફ્ટસીટીનો 32 વર્ષીય યુવાન, સરગાસણના 53 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે.
યુકેના કોરોના સંક્રમિત પરિવારને 10 દિવસે રજા અપાઈ
યુકેથી આવેલા પરિવારના 3 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. યુકેના પરિવારમાં કોરોનાનો નવો સ્ટ્રેન છે કે નહી તેની તપાસ માટે સેમ્પલ પુના મોકલી આપ્યા હતા. 10 દિવસ થવા છતાં પૂનાથી રિપોર્ટ નથી. દરમિયાન પરિવારને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. 26મી, જાન્યુઆરીના રોજ યુકેથી એક પરિવાર કુડાસણ આવ્યું હતું. એક સપ્તાહ બાદ યુકેથી આવેલા પરિવારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે બાળક સહિત પરિવારના ત્રણ સભ્યોને ખાસ અલગ વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. ઉપરાંત કોરોનાનો નવો સ્ટ્રેઇન છે કે નહી તેની તપાસ માટે સેમ્પલને પૂના મોકલી આપ્યા હતા.
કોવિડની ગાઇડલાઇન મુજબ રજા આપી
સિવિલ અધિક્ષક ડો.નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે, યુકેથી આવેલા 3 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. 10 દિવસ છતાં રિપોર્ટ ન આવતા પરિવારને રજા આપી કે નહી તેમ પૂછતા સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું છે કે કોવિડની ગાઇડ લાઇન મુજબ RTPCR 2 ટેસ્ટ નેગેટીવ આવતા પરિવારને રજા આપી દીધી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.