જિલ્લામાં બુધવારે કુલ 244 કેસ નોંધાયા છે, તેમાંથી 150 કેસ માત્ર ગાંધીનગરમાં જ્યારે 94 કેસ ચારેય તાલુકામાં નોંધાયા છે. બીજી લહેરમાં એપ્રિલ, 2021માં એક જ દિવસમાં કોરોનાના 200થી વધુ કેસ નોંધાતા હતા, તેમ હાલમાં દર ત્રીજા દિવસે કેસમાં ઉછાળો આવી રહ્યો છે. 9 જાન્યુઆરીએ 205 કેસ નોંધાયા બાદ 2 દિવસ કેસમાં ઘટાડો થયા બાદ બુધવારે જિલ્લામાં 244 કેસ નોંધાયા છે. તેમાં ગાંધીનગરમાં 150 અને ચારેય તાલુકામાં 94 કેસનો સમાવેશ થાય છે. 24 કલાકમાં કેસમાં 62નો વધારો થયો છે. તેની સામે 81 દર્દી કોરોનામુક્ત થયા છે.
કોરોનાના ઝપટમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત બીજા દિવસે પણ 50થી વધુ રહી છે. મંગળવારે આશરે 61ની સામે બુધવારે 50 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. તેની સામે આધેડ વયની 31 અને 18 વૃદ્ધ સંક્રમિત થયા છે. જોકે કોરોનાની ઝપટમાં 2 વર્ષ, 3 વર્ષ અને 3.5 વર્ષના 3 બાળક પણ સપડાયા છે. હાલમાં જોવા મળતા સંક્રમણના વેગને જોતાં હવે પછીના 2 દિવસ મંદ રહેશે, તેવી શક્યતા રહેલી છે. કુલ કેસમાંથી હૉસ્પિટલમાં માત્ર 3 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.
એપી સેન્ટર બનેલા ગાંધીનગરમાં 50 કલોલમાં 31 કેસ
જિલ્લાના ચારેય તાલુકામાંથી 47 કેસ નોંધાયા છે. તેમાં ગાંધીનગરમાં જામનગરપુરામાં 1, સીઆરપીએફ લેકાવાડામાં 17, ડભોડામાં 1, દોલારાણા વાસણામાં 1, જાખોરમાં 1, મીલીટ્રી સ્ટેશન આલમપુરમાં 1, સાદરામાં 2, ધણપ ચૈતન્યધામમાં 3, છાલામાં 3, લીંબડીયામાં 1, પ્રાંતિયામાં 2, રૂપાલમાં 1, બીએસએફ આલમપુરમાં 13, અડાલજમાં 2, અદાણી શાંતિગ્રામમાં 1 કેસ નોંધાયો છે. કલોલ તાલુકાના જાસપુરમાં 7, બોરીસણામાં 2, નગરપાલિકા વિસ્તારમાં 10, છત્રાલમાં 1, નાંદોલીમાં 1, પલોડિયામાં 3, રકનપુરમાં 1, રાંચરડામાં 3, સાંતેજમાં 2, આરસોડિયામાં 1 કેસ નોંધાયો છે. દહેગામમાં પાલિકા વિસ્તારમાં 6, ધણીયોલમાં 1, ધારીસણામાં 1 કેસ નોંધાયો છે.
કુડાસણ, રાંદેસણ, સરગાસણ, વાવોલ કોરોનાનું AP સેન્ટર
મનપામાં નોંધાયેલા 150 કેસમાં કુડાસણ, રાંદેસણ, સરગાસણ અને વાવોલ એપી સેન્ટર બની રહ્યું હતું. રાંદેસણમાં 13, કુડાસણમાં 18, સરગાસણમાં 9, વાવોલમાં 8, રાયસણમાં 7, કોબામાં 4, ઇન્ફોસીટીમાં 1, સુઘડમાં 2, પેથાપુરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે સેક્ટરોમાં સેક્ટર-30માં 9, સેક્ટર-6માં 2, સેક્ટર-23માં 3, સેક્ટર-4માં 3, સેક્ટર-8માં 6, સેક્ટર-5માં 4, સેક્ટર-27માં 3, સેક્ટર-24માં 5, સેક્ટર-2માં 5, સેક્ટર-19માં 3, સેક્ટર-21માં 4, સેક્ટર-25માં 4, સેક્ટર-23માં 2, સેક્ટર-3માં 5, સેક્ટર-1માં 4, સેક્ટર-28માં 4, સેક્ટર-18માં 1 કેસ નોંધાયો છે.
જિલ્લાના 8729 લાભાર્થીઓએ રસી લીધી
કોરોનાના વધતા જતા સંક્રમણની સાથે સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ સઘન કર્યું છે. જેમાં 15 વર્ષથી મોટી ઉંમરના કુલ 9729 લાભાર્થીઓને પ્રથમ, બીજો અને ત્રીજો ડોઝ આપ્યો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 3366 લાભાર્થીઓને રસી આપી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 5363 લાભાર્થીઓને રસી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.