તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધતું સંક્રમણ:ગાંધીનગરમાં કોરોનાનો બ્લાસ્ટ, 2 દિવસમાં 95 કેસ, 12 દર્દીનાં મોત

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મનપાની ચૂંટણી વિસ્તારના 76 લોકો કોરોનાની ઝપટમાં, સામાન્ય વહીવટી વિભાગની મહિલા સહિત 10 દર્દીઓનાં મોત

જિલ્લામાં બે દિવસમાં નવા 95 કેસ નોંધાતા કુલ આંકડો 8896એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ 12 દર્દીઓના મોત થતાં કુલ આંકડો 635 થયો છે. જેમાં 52 વર્ષથી 85 વર્ષના દર્દીઓનો સમાવેશ થાય છે. મુક્તિધામમાં અગ્નિસંસ્કાર કરેલા સદ્દગતોની યાદીમાં કોવિડથી મોત થયાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 12 દર્દીઓના મોતમાં સેક્ટર-26, વાવોલ, ઇન્દ્રોડા, વાવોલ, સરગાસણ, સેક્ટર-5, પેથાપુર, કુડાસણ, સેક્ટર-24, ખોરજના વિસ્તારના છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી સબાસપુર, મોટા ચિલોડાના દર્દીઓની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જોકે મોતનું સાચુ કારણ આરોગ્ય વિભાગના ડેથ ઓડિટમાં જ બહાર આવશે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 53 દર્દીઓ સાજા થતાં જિલ્લાના 7825 લોકોએ કોરોનાને હરાવ્યો છે. કોરોનાથી સંક્રમિતોમાં વિદ્યાર્થી, ખેડુત, વેપારી, ગૃહિણી, એડવોકેટ, ડોક્ટર, પ્રોફેસર, ડ્રાઇવર, શિક્ષિકા સહિતનો સમાવેશ થાય છે.

ગાંધીનગર મનપા વિસ્તારમાં 2 દિવસમાં 50 કેસ નોંધાયા
મનપા વિસ્તારમાંથી બે દિવસમાં 50 કેસમાં સેક્ટર-9માંથી 50 વર્ષીય ગૃહિણી, 48 વર્ષીય પ્રોફેસર, સેક્ટર-7માંથી 5 વર્ષીય બાળકી, 36 વર્ષીય દહેગામ પીએચસીના તબિબ, 33 વર્ષીય યુવતી, 47 વર્ષીય મિકેનિકલ, 13 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-14માંથી 37 વર્ષીય શિક્ષિકા, 10 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-29માંથી 36 વર્ષીય ડ્રાઇવર, 63 વર્ષીય વૃદ્ધ, 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-22માંથી 40 વર્ષીય વેપારી, 57 વર્ષીય ગૃહિણી, 28 વર્ષીય વિદ્યાર્થીની, 66 વર્ષીય ગૃહિણી, 33 વર્ષીય મહિલા વકિલ, સેક્ટર-1માંથી 53 વર્ષીય આધેડ, પાલજમાંથી 65 વર્ષીય મહિલા, સેક્ટર-4ના 47 વર્ષીય એડવોકેટ, સેક્ટર-21માંથી 46 વર્ષીય ગૃહિણી, 53 વર્ષીય આધેડ, સેક્ટર-23માંથી 71 વર્ષીય વૃદ્ધ, 52 વર્ષીય આધેડ, 62 વર્ષીય ગૃહિણી, સેક્ટર-14માંથી 50 વર્ષીય ડોક્ટર, જીઇબીમાંથી 55 વર્ષીય આધેડ, સેક્ટર-5માંથી 26 વર્ષીય વિદ્યાર્થીની, 76 વર્ષીય વૃદ્ધ, 71 વર્ષીય વૃદ્ધ, 59 વર્ષીય આધેડ, 66 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-20માંથી 49 વર્ષીય આધેડ, 23 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-25માંથી 71 વર્ષીય વૃદ્ધ, 37 વર્ષીય, 45 વર્ષીય, 75 વર્ષીય ગૃહિણીઓ, સેક્ટર-8માંથી 70 વર્ષીય વૃદ્ધ, 58 વર્ષીય ઓફિસર, 43 વર્ષીય ગૃહિણી, સેક્ટર-26માંથી 70 વર્ષીય વૃદ્ધ, 53 વર્ષીય આધેડ, સેક્ટર-24નો 33 વર્ષીય યુવાન, સેક્ટર-13માંથી 37 વર્ષીય યુવાન, 63 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-27માંથી 70 વર્ષીય ગૃહિણી, 54 વર્ષીય આધેડ, સેક્ટર-30માંથી 33 વર્ષીય ગૃહિણી, 68 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 179 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા.

માણસામાંથી 7, કલોલમાંથી 4 અને દહેગામમાંથી 3 કેસ
માણસા તાલુકામાંથી 7 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 66 વર્ષીય વૃદ્ધ, મહુડીના 46 વર્ષીય મજુર, પરબતપુરાની 40 વર્ષીય ગૃહિણી, ઇટાદરાના 62 વર્ષીય ખેડુત, ખરણાંનો 22 વર્ષીય વિદ્યાર્થી, રિદ્રોલમાંથી 8 વર્ષીય વિદ્યાર્થીની, 5 વર્ષીય વિદ્યાર્થી કોરોનામાં સપડાયા છે. કલોલ તાલુકામાંથી ચાર કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 52 વર્ષીય આધેડ, 38 વર્ષીય યુવાન, સબાસપુરનો 40 વર્ષીય યુવાન, ડિંગુચાના 69 વર્ષીય ખેડુત કોરોનાગ્રસ્ત થયા છે. દહેગામ તાલુકામાંથી નવા 3 કેસમાં લવાડમાંથી 70 વર્ષીય અને 63 વર્ષીય ખેડુત, સાંપાની 40 વર્ષીય ગૃહિણી કોરોનાથી સંક્રમિત થઇ છે

2 દિવસમાં 17 છાત્રો કોરોનાગ્રસ્ત
2 દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા આગામી સમય વધુ ખતરનાક બની રહેશે તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં કુલ 17 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

સચિવાલયમાંથી 30 કેસ મળ્યા
ગાંધીનગર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં સચિવાલયમાં કરાયેલા ટેસ્ટીંગમાં કુલ 30 કેસ પોઝિટિવ નોંધાયાની કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી. જ્યારે મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીને પુછતા જણાવ્યું છે કે પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે.

ગાંધીનગર તાલુકામાંથી કુલ 31 નવા કેસ
ગાંધીનગર તાલુકામાંથી નવા 31 કેસમાં ટીંટોડાના 29 વર્ષીય ખેડુત, વાવોલમાંથી 28 વર્ષીય વિદ્યાર્થી, 54 વર્ષીય વેપારી, ડભોડાની 31 વર્ષીય યુવતી, રાંધેજાનો 28 વર્ષીય યુવાન, કુડાસણમાંથી 21 વર્ષીય વિદ્યાર્થી, 65 વર્ષીય અને 98 વર્ષીય ગૃહિણી, બે 24 વર્ષીય,17 વર્ષીય, 22 વર્ષીય વિદ્યાર્થીઓ, 34 વર્ષીય યુવાન, 67 વર્ષીય વૃદ્ધ, 57 વર્ષીય અને 59 વર્ષીય આધેડ, 33 વર્ષીય યુવાન, 37 વર્ષીય ગૃહિણી, રાયસણની 24 વર્ષીય વિદ્યાર્થીની, સુઘડના 63 વર્ષીય વૃદ્ધ, સરગાસણમાંથી 23 વર્ષીય વિદ્યાર્થી, 56 વર્ષીય અને 59 વર્ષીય આધેડ, 42 વર્ષીય મહિલા, પેથાપુરના 78 વર્ષીય ખેડુત, રાંદેસણનો 26 વર્ષીય યુવાન, કોબાના 66 વર્ષીય વૃદ્ધ, અડાલજમાંથી 20 વર્ષીય વિદ્યાર્થી, 25 વર્ષીય યુવાન, વાસણા હડમતીયા 57 વર્ષીય આધેડ, મોટી શિહોલીની 33 વર્ષીય યુવતી કોરોનામાં સપડાઇ છે.

સામાન્ય વહીવટી વિભાગના મહિલા કર્મીનું કોવિડથી મોત
નવા સચિવાલયના સામાન્ય વહિવટી વિભાગના પ્રેગન્ટ મહિલા કર્મચારીનું કોરોનાથી મોત અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીને પુછતા જણાવ્યું છે કે હા મહિલા કર્મચારીનું મોત થયું છે. પરંતુ તે ક્યાં રહે છે તેની માહિતી મારી પાસે નથી.​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો