• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Convocation Parade Held In The Presence Of The Chief Minister At Karai Police Academy, Training Of 105 Trainee Police Inspectors Of Gujarat Police Force Successfully Completed

દિક્ષાંત પરેડ:કરાઈ પોલીસ અકાદમીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ દિક્ષાંત પરેડ, ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી પોલીસ ઇન્સપેકટર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલીમ પૂર્ણ કરનારા પૈકીના શ્રેષ્ઠ અધિકારીઓને સ્વોર્ડ ઓફ ઓનર અને ટ્રોફીથી સન્માનિત કર્યા
  • નિર્દોષ દંડાય નહિ અને સમાજને રંજાડનારા છૂટે નહિ તેવી કર્તવ્ય પરાયણ સંવેદનાથી રાષ્ટ્ર-રાજ્ય હિત સર્વોપરિ ભાવના સાથે સેવારત થવા અનુરોધ કરાયો

ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી પોલીસ ઇન્સપેકટર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. પોલીસ અકાદમીમાં ગૌરવશાળી દિક્ષાંત પરેડ યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલીમ પૂર્ણ કરનારા પૈકીના શ્રેષ્ઠ અધિકારીઓને સ્વોર્ડ ઓફ ઓનર અને ટ્રોફીથી સન્માનિત કર્યા હતા.

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અકાદમીમાંથી પાસ આઉટ થઇ રહેલા નવનિયુક્ત પોલીસ ઇન્સપેક્ટર્સના પરિવારજનો પણ આ ગૌરવશાળી દિક્ષાંત પરેડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગૌરવશાળી દીક્ષાંત પરેડ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડિજીટલ ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ સહિતની બદલાઇ રહેલી ક્રાઇમ પેટર્નને જાણવા-સમજવા આવા નવયુવાન પોલીસ કર્મીઓની સજ્જતાને આપણે વધુ સંગીન બનાવવી છે. ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા અને ફરજપરસ્તી પડેલા છે.

ગુજરાત પોલીસ દળમાં નવનિયુક્ત થઈ રહેલા પોલીસ ઇન્સપેક્ટર્સને પ્રેરણા આપતાં કહ્યું કે, વિકાસના મૂળમાં સુરક્ષા-સલામતિ માત્ર જરૂરિયાત નથી રહિ પરંતુ પ્રથમ શરત પણ બની ગઇ છે. વિકાસની ગતિને અડીખમ-અણનમ રાખવા રક્ષાશક્તિના બાવડાને શકય તેટલા વધુ મજબૂત બનાવવા સરકારની નેમ છે.

તેમણે ઉમેર્યુ કે નવા પડકારો, બદલાતી જતી ક્રાઇમ પેટર્નને પહોચી વળવા રાજ્ય સરકાર પણ વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, સી.સી.ટીવી નેટવર્ક તથા બોડીર્વોન કેમેરા વગેરેથી પોલીસ દળને સમયની માંગ મુજબ સુસજ્જ કરી રહી છે.

મુખ્યમંત્રીએ પોલસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ કર્મીઓ ઉચ્ચ શિક્ષા-પદવી ધરાવે છે તેની સરાહના કરતાં ઉમેર્યુ કે, તેમની ક્ષમતા અને રાષ્ટ્ર-રાજ્ય રક્ષા માટેની કર્તવ્ય પરાયણતાને સમાજ શાંતિ-સલામતિ કાજે ઊજાગર કરવા રાજ્ય સરકાર સપોર્ટ આપશે.

સમાજ હિત–સમાજ રક્ષાના બોનાફાઇડ ઇન્ટેન્શનથી થયેલા કોઇ પણ કામમાં આ સરકાર તમારી પડખે રહેશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાશક્તિ, જ્ઞાનશક્તિ, જલશક્તિ, જનશક્તિ અને ઊર્જાશક્તિની શક્તિ પંચામૃત ધારાથી ગુજરાતની વિકાસ બુનિયાદ બૂલંદ બનાવી છે તેને વધુ ઉન્નત બનાવીને નિર્દોષ દંડાય નહિ, પ્રજાને રંજાડનારા છૂટે નહિ તેવી સંવેદના સાથે હવે આ નવનિયુક્ત અધિકારીઓ ખાખી વર્દીની આન-બાન-શાન વધારે તે અપેક્ષા છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરત બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ આગળ વધ્યુ છે. ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ સાથોસાથ પોલીસ દળને પૂરતું માનવ સંશાધન બળ આપવાના પણ શ્રેણીબદ્ધ આયોજનો થયાં છે. 1 હજાર ઉપરાંત પી.એસ.આઇ અને 10 હજાર જેટલા લોકરક્ષકની ભરતી પ્રગતિમાં છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 8 જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યાં હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં 35 બહેનો સહિત 105 યુવાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ સૌ નવનિયુક્ત કર્મીઓને રાજ્ય-રાષ્ટ્ર હિત સર્વોપરિ રાખવાની શિખ આપતાં ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ આપી હતી.

અકાદમીના આચાર્ય ચૌધરીએ આ તાલીમ પૂર્ણ કરી પોલીસ સેવામાં જોડાઇ રહેલા યુવા અધિકારીઓને સેવા-કર્તવ્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. અધિક પોલીસ મહાનિદેશક (તાલીમ) વિકાસ સહાયે અકાદમીનો તાલિમ અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...