• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Controversy Over AAP Spokesperson Nikita Rawal Being Paresh Rawal's Relative, Political Stunt With Announcement Of Party Organization In Gujarat

રાજકીય સ્ટંટ:‘આપ’ની પ્રવક્તા નિકીતા રાવલે પરેશ રાવલના સગામાં હોવાનું કહેતા વિવાદ, ગુજરાતમાં પાર્ટીના સંગઠનની જાહેરાત સાથે જ રાજકીય સ્ટંટ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મારે તો નહાવા નીચોવવાનો પણ સંબંધ નથી: પરેશ રાવલ

ગુજરાતના આમ આદમી પાર્ટીના એકમના નવા સંગઠનની અમદાવાદમાં જાહેરાત કરતાં પાર્ટી તરફથી કહેવાયું કે, તેમની નવી પ્રવક્તા નિકીતા રાવલ પોતે બોલિવુડની અભિનેત્રી છે અને સાથોસાથ અભિનેતા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ પરેશ રાવલના નજીકના સગામાંથી છે. જોકે પરેશ રાવલે આ બાબતને નકારી કાઢતા કહ્યું કે, મારે તો નાહવા નિચોવવાનો પણ સંબંધ નથી, માત્ર રાજકીય સ્ટંટ માટે જ મારું નામ વટાવાઇ રહ્યું છે.

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરતી એક પત્રકાર પરિષદ શનિવારે યોજાઇ હતી, જેમાં પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રવક્તા નિકીતા રાવલ અને મીડિયા પાંખના વડા તરીકે તુલી બેનર્જીનું નામ જાહેર કરાયું હતું. આ જ વખતે હાજર બેઠેલા પત્રકારોને નીકિતા રાવલની ઓળખ આપતી વખતે પાર્ટી તરફથી તેમને પરેશ રાવલ સાથે જોડવામાં આવ્યાં હતાં. આ અંગે ‘દિવ્ય ભાસ્કરે’ પરેશ રાવલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ રાજકીય સ્ટંટબાજી કરવા આમ કહ્યું હોઇ શકે. આ અંગે તુલી બેનર્જીએ જણાવ્યું કે, અમને નીકિતાએ જ જણાવ્યું હતું કે તે પરેશ રાવલના સગામાં થાય છે તેથી અમે તેની ઓળખાણ તે રીતે કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...