તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:વિવાદથી ઘેરાયેલા ભાજપને સ્વચ્છ ચહેરાની શોધ વિજય પછી પક્ષપલટો ન કરે તેવાની કૉંગ્રેસને તલાશ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મનપાના ઉમેદવારો નક્કી કરવા અંગે ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ તથા નિરક્ષકોએ ઉમેદવારોની પસંદગી વિશે ચર્ચા કરી હતી. - Divya Bhaskar
મનપાના ઉમેદવારો નક્કી કરવા અંગે ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ તથા નિરક્ષકોએ ઉમેદવારોની પસંદગી વિશે ચર્ચા કરી હતી.
 • મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી મુદ્દે ભાજપમાં મંથન, કૉંગ્રેસમાં મનોમંથન : ધૂળેટી પછી નામ જાહેર થઈ શકે
 • ભાજપમાંથી 581 જ્યારે કોંગ્રેસમાંથી 292 જણાની ચૂંટણી માટે દાવેદારી

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપમાં મંથન અને કૉંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના વર્તમાન શાસકો વિવાદ અને આક્ષેપોથી ઘેરાયેલા હોવાથી પક્ષને સ્વચ્છ છબિ ધરાવનારા ઉમેદવારોની તલાશ છે જ્યારે સત્તા મેળવ્યા પછી પક્ષપલટાને કારણે કૉંગ્રેસે 2 વાર સત્તા ગુમાવી છે. આથી, કૉંગ્રેસ આ વખતે પક્ષપલટો ન કરે, તેવા ઉમેદવારોની શોધ કરી રહી છે.

ભાજપ: સગાંને ટિકિટ ન આપવાનો નિર્ણયથી મેયરની લોબી સાઈડલાઈન થવાની શક્યતા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક શુક્રવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ ચૂંટણી સિમિતિના સભ્યોની હાજરીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા થઈ હતી. ગાંધીનગર શહેરમાંથી પ્રમુખ રૂચિર ભટ્ટ, મેયર રીટાબેન પટેલ અને પૂર્વ પ્રમુખ મહેન્દ્ર દાસે બેઠકમાં હાજરી આપી હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે એક બે દિવસમાં જાહેરાત કરાય તેવી શક્યતા છે.

બીજી તરફ ગુરૂવારે રાત્રે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને નિરિક્ષકો દ્વારા દાવેદારોની સેન્સની પ્રક્રિયા બાદ ભાજપ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં નિરિક્ષકો, સંગઠન મહામંત્રીઓ, પ્રભારીઓ વચ્ચે ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં નેતાઓ દ્વારા પોતપોતાના જુથના દાવેદારો માટે લાંબી માથાકૂટ અને આક્ષેપ પ્રતિઆક્ષેપો કરાયા હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બેઠકમાં પદાધિકારીઓ અને સંગઠનના નેતાઓ અને તેમના સગાને ટિકિટ નહીં આપવા માટે લેવાયો છે. જેને પગલે મેયરની આખી લોબી સાઈડ લાઈન થઈ જાય તેવી શક્યતા છે. બેઠકમાં એક જૂથ દ્વારા વર્તમાન હોદ્દેદારોને સામે આક્ષેપો સાથે વિરોધ કરાયો હતો તો એક જુથ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છતા જુના નેતાઓ વિરૂદ્ધમાં રજૂઆત કરાઈ હતી.

બીજી તરફ આખી ટર્મ ભાજપના બે જૂથો વચ્ચે ચાલેલો ગજગ્રાહ, ભ્રષ્ટાચારના આક્ષેપો અને છેલ્લે ચૂંટણીના ભાવો બોલાયા હોવાના આક્ષેપો થતાં હાઈકમાન્ડમાં નારાજગી જોવા મળી હતી. જેને પગલે મોવડીમંડળે સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને આગળ લાવવા માટે નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જેને પગલે પાર્ટી હાઈકમાન્ડ ગુડાના પૂર્વ ચેરમેન અને કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રહી ચૂકેલા આશિષ દવેને પ્રોજેક્ટ કરે તેવી શક્યતા છે. જેમની ટિકિટ તથા જીત બાદ મહત્વનું પદ મળે તો નવાય નહીં. આ તરફ મહાનગરભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની ચર્ચા ભાજપમાં છે. જેને પગલે પ્રદેશ નેતાગીરીએ રાજીનામાની શરત મુકી હોવાનું કહેવાય છે.

કોંગ્રેસ : 4 મહિલા કોર્પોરટરના પતિએ ટિકિટ માગી, વોર્ડ નં-6માં કોને કાપવા તેની મૂંઝવણ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં શુક્રવારે વોર્ડ નં-7થી 11 માટે 119 દાવેદારો સામે આવ્યા છે. કોંગ્રેસના નિરિક્ષકો જયરાજસિંહ પરમાર, ડો. જીતુ પટેલ, સંજય અમરાણી તથા વંદનાબેન પટેલ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયામાં 2 દિવસમાં કુલ 11 વોર્ડ માટે 292 દાવેદારો આગળ આવ્યા હતા.

સેક્ટર-22 સ્થિત કોંગ્રેસ કાર્યલય ખાતે ગુરુવારે વોર્ડ નંબર 1થી 6માં માટે કુલ 175 દાવેદારો સામે આવ્યા હતા. કોંગ્રેસના 4 મહિલા કોર્પોરેટરના સ્થાને તેમના પતિએ ટિકિટની માંગણી કરી છે. જેમાં હિરલબેન જોષીના પતિ ઉર્પલ જોષીએ વોર્ડ નં-10માંથી જ્યારે પિન્કીબેન પટેલના પતિ રજનીકાંત પટેલ, મીનાબેન વાઘેલાના પતિ કનુભાઈ વાઘેલા તથા રમીલાબેન વાઘેલાના પતિ પ્રદિપસિંહ વાઘેલાએ વોર્ડ નં-6માંથી દાવેદારી કરી છે. વોર્ડ નં-1માં 26, વોર્ડ નં-2માં 21, વોર્ડ નં-3માં 25, વોર્ડ નં-4માં 30, વોર્ડ નં-5માં 22, વોર્ડ નં-6માં 39, વોર્ડ નં-7માં 28, વોર્ડ નં-8માં 31, વોર્ડ નં-9માં 21, વોર્ડ નં-10માં 21, વોર્ડ નં-11માં 18 મળી કુલ 292 દાવેદારો કોંગ્રેસમાંથી સામે આવ્યા છે.

સેક્ટર-11,12,13, 14, 15, 16, 17, વાવોલ (કુબેરનગર અને તળાવ આસપાસનો વિસ્તાર), ગોકુલપુરાનો વિસ્તાર ધરાવતા વોર્ડ નં-6 માટે કોંગ્રેસમાંથી વર્તમાન કોર્પોરેટ જીતુભાઈ રાયકા, ચિમનભાઈ વિંઝુડાએ પણ દાવેદારી કરી છે. જ્ઞાતિ પ્રમાણે અહીંની વસ્તી પ્રમાણે આ વોર્ડમાંથી 2 દલિત ઉમેદવાર, 1 ઓબીસી ઉમેદવાદને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે. ત્યારે કોને કાપવા અને કોને રાખવા તે અસમંજસ કોંગ્રેસમાં ઉભી થઈ છે. ત્યારે મહિલા કોર્પોરેટર્સને ફરી ઊભા રાખવા માટે મનાવી લેવાય તો નવાય નહીં. બે વખત સત્તા મેળવી ન શકેલી કોંગ્રેસ દ્વારા હાલ જીતવાની સાથે પક્ષપલટો ન કરે તેવા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત કરાઈ રહી છે. બીજી તરફ ભાજપ કરતાં કોંગ્રેસમાંથી ઓછા દાવેદારો સામે આવ્યા છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાંથી જ લોકો સહમતિ સાથે ઓછા દાવેદારો આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો