વિરોધ કાર્યક્રમ:સમગ્ર શિક્ષાના કરાર આધારિત કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર વધારાની જાહેરાત અને વિસંગતતા દુર કરવાની માંગ સાથે વિરોધ કાર્યક્રમ આપશે

સમગ્ર શિક્ષાના કરાર આધારીત કર્મચારીઓનો નહીંવત પગાર વધારો કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ તેમજ અન્ય શાખાના કર્મચારીઓ વચ્ચે પગાર વિસંગતતા ઉભી કરી છે. આથી પગાર વિસંગતતા દુર કરવાની માંગ સાથે સમગ્ર શિક્ષાના કરાર આધારીત કર્મચારીઓ તારીખ 5મી, મેના રોજ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે.

સમગ્ર શિક્ષા અભિયાનાનના શિક્ષણ વિભાગના કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની માંગણી છેલ્લા ત્રણેક વર્ષથી કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ જ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી કંટાળેલા કરાર આધારીત કર્મચારીઓએ માનવ અધિકાર પંચમાં લેખિત રજુઆત કરી હતી.

આથી રાજ્યની વડી કચેરીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારાની જાહેરાત કરીને કર્મચારીઓને અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કર્મચારીઓમાં ઉઠ્યા છે.

કર્મચારીઓના પગાર વધારો તેમજ પગારમાં વિસંગતતાને દુર કરવાની માંગ સાથે કર્મચારીઓ અને ગુજરાત રાજ્ય કરાર આધારીત કર્મચારી અધિકારી સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. પગાર વધારાની વિસંગતતા દુર નહી થાય તો 5 મેથી ત્રણ દિવસ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે.

અન્ય સમાચારો પણ છે...