તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેશનની લાલીયાવાડી:ગાંધીનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઇ ગયાં પછી કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ લગાવીને એરીયાને બંધ કરાતાં રહિશો પણ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરનાં સેકટર 7 તેમજ સેકટર 30માં કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પણ આવી ગયા પછી કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી દિશા વિહીન બનીને આડેધડ કામગીરી કરતું હોવાની સાબિતી આપવામાં આવી છે.

ગાંધીનગરમાં કોરોનાં એ દસ્તક દેતા જ કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીના આસપાસના એરિયા ને સીલ કરીને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાના કેસો આવતા આ કામગીરી પુરજોશમાં શરૂ કરી દઈ કોન્ટ્રાકટરને લાખો રૂપિયાની લહાણી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની ગતિ ધીમી પડવા લાગતા કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાનું એકંદરે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જો કે કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કારણે લોકો તે વિસ્તારમાં ફરતા બંધ થઈ જતાં હતાં જેના કારણે પણ મહદઅંશે કોરોના સંક્રમણ અટકી જતું હતું.

કોરોનાની બીજી લહેરનાં વાવાઝોડામાં કોર્પોરેશન તંત્ર દોડતું થઇ ગયું છે. આ વખતની લહેરમાં મોટાભાગે દરેક વિસ્તારમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ત્યારે હાલમાં ચાલી રહેલી લહેરમાં ઘણા વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન કોર્પોરેશન દ્વારા જાહેર કરાય છે પરંતુ ખરાઇ કર્યા વગર જ બોર્ડ લગાવીને માર્ગને બંધ કરાતાં અન્ય લોકો પણ હેરાન થઇ રહ્યાં છે ત્યારે સેક્ટર-7 અને 30માં જ્યારે સંક્રમણ હતું ત્યારે બોર્ડ ન લગાવ્યા અને હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે બોર્ડ લગાવીને એરીયાને બંધ કરાતાં રહિશો પણ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

કોરોનાની બીજી લહેરમાં આ વખતે ગ્રામ્ય વિસ્તાર પણ પ્રભાવિત થઈ ચૂક્યો છે. ત્યારે ઘણા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સંક્રમીત થયેલા લોકો સામે આવી રહ્યાં છે. સરકારની કોરોના ગાઇડલાઇન પ્રમાણે જે વિસ્તારમાં પોઝિટિવ દર્દી હોય તેની આસપાસ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરીને કન્ટેઇમેન્ટ એરિયાના બોર્ડ લગાવવામાં આવતાં જેથી અન્ય લોકો તકેદારી રાખીને અવર જવર કરી ન શકે તે પ્રકારે કામગીરી કરવામાં આવતી હતી.

તંત્ર દ્વારા કોરોનાની અફરાતફરીમાં આડેધડ કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરીને કોન્ટ્રાકટરને આડકતરી રીતે આર્થિક લાભ કરાવવામાં આવતા હોવાના પણ ભૂતકાળમાં અનેક આક્ષેપો થયા હતા. તેમ છતાં ગમે ત્યારે ગમે તે વિસ્તારને કન્ટેઇમેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવે છે. ત્યારે સેક્ટર-7 સી અને સેકટર 30માં થોડા દિવસ અગાઉ કોરોનાનું સંક્રમણ વધતાં અનેક વસાહતીઓ સંક્રમિત થયા હતા. હવે મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે અને સારવાર લઇ રહેલાં લોકોને પણ ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા કન્ટેઇમેન્ટ એરીયા જાહેર કરવાની જે કામગીરી શરૃ કરવામાં આવી છે તેની સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. શહેરમાં આવેલા મોટાભાગના વિસ્તારમાં આ પ્રકારે તંત્ર દ્વારા કામગીરી કરીને માર્ગોને અવર જવર માટે બંધ કરાઇ રહ્યાં છે. જેના માટે સ્થાનિકો પણ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. આમ સંકલનના અભાવે આ પ્રકારની જે કામગીરી કરાઇ રહી છે તેની સામે રહિશો માં પણ રોષ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...