અવરનેસનો કાર્યક્રમ:કુટુંબ નિયોજનમાં સ્ત્રીઓ સાથે પુરુષોની પણ જવાબદારી ગણવી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તમામ તાલુકામાં અવરનેસનો કાર્યક્રમ યોજાશે

જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં કુંુટુબ નિયોજનનું અભિયાન ચલાવવામાં આવનાર છે. જેમાં માત્ર સ્ત્રીઓ જ નહી પરંતુ પુરૂષો પણ સહભાગી થાય તેના માટેની જાણકારી પતિ-પત્ની બન્નેને આપવાની રહેશે. આરોગ્ય કેન્દ્રોના મલ્ટી પરપઝ સુરપવાઇઝર દ્વારા તેનો રિપોર્ટ કરવાનો રહેશે.

જિલ્લામાં પણ કુંટુબ નિયોજનની કામગીરી સઘન કરવા માટે જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં કુંટુબ નિયોજનમાં અત્યાર સુધી માત્ર મહિલાઓને જ માહિતી તેમજ જાણકારી આપવામાં આવતી હતી. પરંતુ હવે કુટુંબ નિયોજનને વધુ અસરકારક બનાવવા માટે પતિ-પત્ની બન્નેને સમજાવવામાં આવશે. ઉપરાંત પતિ અને પત્નિએ શું શું અને કેવા કેવા પ્રકારની કાળજી રાખવી તેની જાણકારી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડાર આપવામાં આવશે.

વધુમાં સ્થાનિકકક્ષાએ ગુણવતાં અને આશ્રાશિત પુરૂષ નસબંધીની સેવા દરેક ઇચ્છુક મેળવી શકે તેવું આયોજન અને સંચાલન કરવા માટે સ્ટાફને જરૂરી જાણકારી આપી હતી. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં કુટુંબ નિયોજનની કામગીરીને આગામી તારીખ 4થી ડિસેમ્બર સુધી વેગવંતી બનાવવા માટે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌતમ નાયકે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા આરસીએચઓ ડો.અશોક વૈષ્ણવ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...